The Kashmir Files માટે ગીત ગાવાના હતા લતા
મુંબઇ, વિવેક રંજન અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સે દર્શકોના દિલમાં અલગ છાપ છોડી છે અને ફિલ્મ જાેઈને સૌ કોઈ ભાવુક થઈ રહ્યા છે. ફિલ્મની પોપ્યુલારિટી એટલી છે કે તેની અસર બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જાેવા મળી રહી છે.
અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાતચીત કરતા, અગાઉ વિવેક રંજન અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો હતો કે તેમણે ફિલ્મના એક સોન્ગ માટે લેજેન્ડ્રી સિંગર લતા મંગેશકરનો સંપર્ક કર્યો હતો. ધ કાશ્મીર ફાઈલ્સમાં એક પણ ગીત નથી, તે ટ્રેજિક છે અને નરસંહાર પીડિતોને શ્રદ્ધાંજલિ પણ છે. હકીકતમાં મેં એક કાશ્મીરી સિંગર પાસે લોકગીત રેકોર્ડ કરાવ્યું હતું અને લતા દીદી ગીત ગાઈ તેવી અમારી ઈચ્છા હતી.
તેમણે ફિલ્મો માટે ગાવાનું બંધ કરી દીધું હતું અને રિટાયર્ડ થઈ ગયા હતા પરંતુ અમે તેમને વિનંતી કરી હતી. તેઓ પલ્લવી જાેશીની નજીક હતા અને તેઓ અમારી ફિલ્મ માટે ગીત ગાવા સંમત થયા હતા. કાશ્મીર તેમના દિલની ખૂબ નજીક હતું અને તેમણે કહ્યું હતું કે, તેઓ સોન્ગનું રેકોર્ડિંગ કરશે.
તેમને સ્ટુડિયોમાં પણ જવાની મંજૂરી નહોતી અને અમે માત્ર તેમની સાથે રેકોર્ડ કરવા માગતા હતા. પરંતુ તેમનું નિધન થયું અને તેમની સાથે કામ કરવાનું સપનું માત્ર સપનું જ રહી ગયું’ તેમ ફિલ્મમેકરે જણાવ્યું હતું. ધ કાશ્મીર ફાઈલ્સ’ ૧૯૯૦માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને હિંસાની કહાણી દર્શાવે છે.
ફિલ્મ હાલમાં કોન્ટ્રોવર્સીમાં ત્યારે ફસાઈ હતી જ્યારે કેટલાકે દાવો કર્યો હતો કે ફિલ્મ કાલ્પનિક છે. આ વિશે સ્પષ્ટતા કરતા વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, ‘કેટલાક ગ્રુપ કાશ્મીરને બિઝનેસ તરીકે વાપરે છે. અમારી ફિલ્મે તેને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.
તેથી, જે લોકોને તેનો ફાયદો થયો છે તેઓ કોન્ટ્રોવર્સી ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આતંકવાદ પર કોઈ વિવાદ થઈ શકે નહીં. અમે તે દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે જ્યારે આતંકવાદ એક સમુદાયમાં પ્રવેશ કરે છે અને તે સમાજ તરફથી સપોર્ટ મેળલે છે, ત્યારે તે વિનાશ તરફ દોરી જાય છે’.SSS