‘ધ કેરાલા સ્ટોરી’ના ડિરેક્ટર સુદિપ્તો સેન સહારાના સુબ્રતો રોયની બાયોપિક બનાવશે
મુંબઈ, બિઝનેસ ટાયકૂન અને સહારાના માલિક સુબ્રતો રાયના ૭૫મા જન્મ દિવસે ફિલ્મ પ્રોડ્યુસર્સ સંદીપ સિંઘ અને જંયતિલાલ ગડા ‘ધ કેરાલા સ્ટોરી’ના ડિરેક્ટર સુદિપ્તો સેને સોમવારે એક મહત્વની જાહેરાત કરી છે. તેઓ ‘સહારાશ્રી’ પર એક ખૂબ મહત્વાકાંક્ષી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જે સહારા ઇન્ડિયા પરિવાર પરની એક બાયોપિક હશે.
આ ફિલ્મમાં સુબ્રતો રોયની એક સામાન્ય અને કોઈ ન જાણતા હોય એવા વ્યક્તિથી લઈને ભારતનાં એક સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી વ્યક્તિ બનવા સુધીની સફર દર્શાવાશે. આમ આ ફિલ્મમાં નીચેથી ઉપર ઉઠવાની એક સફળગાથા રસપ્રદ રીતે રજૂ કરવામાં આવશે.
પ્રોડ્યુસર્સ દ્વારા કરવામાં આવેલી ઓફિશીયલ જાહેરાત મુજબ આ ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રીનાં ટોપનાં સુપરસ્ટાર્સના નામો લીડ રોલ માટે વિચારાઈ રહ્યા છે, જોકે હજુ કોઈ નામની અધિકૃત જાહેરાત થઈ નથી. આ ફિલ્મ રિશિ વિરમાણી સુદિપ્તો સેન અને સંદિપ સિંઘ દ્વારા લખવામાં આવશે તેમજ એ.આર. રહેમાન દ્વારા તેનું સંગીત આપવામાં આવશે અને લિરિક્સ ગુલઝાર દ્વારા લખવામાં આવશે.
આ ફિલ્મનું શૂટ આવતા વર્ષની શરૂઆતમાં કરવામાં આવશે. તે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, કોલકત્તા અને લંડનમાં શૂટ થશે. ‘સહારાશ્રી’ ફિલ્મમાં ગજબનો સિનેમેટિક અનુભવ, સુબ્રતો રોયના જીવનની ઝલક, તેમનો સંઘર્ષ, તેમની સફળતાઓ અને જુસ્સો જેણે તેમને બિઝનેસની દુનિયાના ગેમ ચેન્જર બનાવ્યા તે દર્શાવાશે. આ ફિલ્મ હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.SS1MS