ધ કેરાલા સ્ટોરીને રિલીઝના પહેલા દિવસે મળ્યું અપેક્ષા કરતાં વધુ સારું ઓપનિંગ
મુંબઈ, ભારે વિવાદો વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીને બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં વધુ સારી ઓપનિંગ મળી છે. સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અગાઉ રિલીઝ થયેલી ‘સર્કસ’, ‘ભેડિયા’ અને ‘શહઝાદા’ જેવી જ ઓપનિંગ ધરાવે છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ અક્ષય કુમારની ‘સેલ્ફી’ જેવું છે.
આવી સ્થિતિમાં ઓપનિંગ ડે પર આ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરતા વધુ સારી કમાણી કરતી જાેવા મળી રહી છે. જ્યારે શુક્રવારે જ રિલીઝ થયેલી સુધીર મિશ્રાની ફિલ્મ ‘અફવા’ની હાલત બહુ સારી નથી. બીજી તરફ હોલીવુડની ફિલ્મ ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી ૩’એ પણ સારી ઓપનિંગ કરી છે.
આ માર્વેલ સ્ટુડિયો ફિલ્મ શુક્રવારે દેશમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનવા જઈ રહી છે. ધ કેરાલા સ્ટોરી પર શુક્રવારે કેરળ હાઈકોર્ટનો ર્નિણય પણ આવ્યો છે. કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. વિવાદ અને વિષયને જાેતા ‘ધ કેરાલા સ્ટોરી’ની તુલના વિવેક અગ્નહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે કરવામાં આવી રહી છે.
ઓપનિંગ ડેની હાલત જાેઈને લાગે છે કે અદા શર્માની આ ફિલ્મ હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પહેલા દિવસની સરખામણીમાં સારો બિઝનેસ કરશે. શરૂઆતના દિવસે આ ફિલ્મ ૫-૭ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરતી જાેવા મળી રહી છે. ધ કેરાલા સ્ટોરી તેની રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગમાંથી લગભગ રૂ. ૧.૧૦ કરોડ એકત્ર કરી ચૂકી છે. જ્યારે શુક્રવારે સિનેમાહોલમાં સવારના શોમાં લગભગ ૧૮% અને દિવસના શોમાં ૨૫%થી વધુ બેઠકો ભરેલી જાેવા મળી હતી.
વિવાદોના વમળની વચ્ચે સુદીપ્તો સેન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરી આખરે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓના કરવામાં આવેલા કથિત ધર્મ પરિવર્તન અંગે દેખાડવામાં આવ્યું છે. સુધીર મિશ્રા દ્વારા નિર્દેશિત ‘અફવા’ પણ શુક્રવારે રિલીઝ થઈ છે.
જાે કે ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સ છે, પરંતુ શરૂઆતના દિવસે આ ફિલ્મની હાલત બહુ સારી નથી. રિલીઝ પહેલા જ ‘અફવા’ને લઈને માર્કેટમાં કોઈ ખાસ ઉત્સાહ જાેવા મળ્યો ન હતો. હવે શુક્રવારે થિયેટરોમાં ૭-૧૦% સીટ પર દર્શકોને જાેઈને લાગે છે કે આ ફિલ્મ શુક્રવારે ઓપનિંગ ડે પર ૧-૨ કરોડનો બિઝનેસ કરી શકશે.SS1MS