કોહલી-ગંભીરનો ઝઘડો હવે સોશિયલ મીડિયા પર પહોંચ્યો
નવી દિલ્હી, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલા બોલાચાલી બાદ શરુ થયેલા વિવાદ અટકવાનું નામ નથી લેતો. આ કિસ્સામાં હવે લખનઉ સુપર જાયંટ્સના મેંટર ગંભીર તરફથી વિરાટ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. નામ લખ્યા વિના ગંભીરે ટિ્વટ પર કંઈક એવું લખ્યું છે, જેનાથી આ વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. માનવામાં આવે છે કે, આ ટિ્વટમાં ગંભીરે ડીડીસીએના પૂર્વ અધ્યક્ષ પર આકરા પ્રહારો કરતા વિરાટને આડે હાથ લીધો છે.
ગૌતમ ગંભીરનું આ ટિ્વટ અડધું હિન્દી અને અડધું અંગ્રેજીમાં છે. ગંભીરે લખ્યું છે કે, જે વ્યક્તિ દિલ્હી ક્રિકેટથી બાગી ગયો તે હવે પ્રેશર બનાવી રહ્યો છે, એવું લાગે છે કે, તે ક્રિકેટ પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરતા પેડ પીઆર કરવામાં લાગેલા છે.
આ જ કળિયુગ છે, જ્યાં ભાગેડૂ પોતાની અદાલત ચલાવે છે. લખનઉ સુપર જાયંટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મેચ દરમ્યાન દિલ્હીના આ બંને ખેલાડી આમને-સામને આવી ગયા હતા. ૧૦ વર્ષ બાદ બંને આવી રીતે મેદાન પર ઝઘડતા જાેવા મળ્યા છે. આ કિસ્સામાં બીસીસીઆઈએ બંને પર કડક વલણ અપનાવતા બંનેની ૧૦૦ ટકા મેચ ફી કાપી લીધી છે. આ વિવાદ વિરાટ કોહલી દ્વારા મેદાન પર નવીન ઉલ હક અને અમિત મિશ્રાને સ્લેઝ કરવાથી શરુ થયો હતો.
આ મામલાએ ત્યારે વધારે ચગ્યો જ્યારે હૈંડ શેક કરતી વખતે નવીને વિરાટને આ મુદ્દા હાથને જાેરથી ઝટકો મારી છોડી દીધો હતો. ત્યાર બાદ કાઈલ મેયર્સ આ વિવાદમાં કુદી પડ્યો. જે બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી.SS1MS