અમેરિકા-કેનેડા બોર્ડર પર મોતને ભેટેલા ચૌધરી પરિવારના અંતિમ સંસ્કાર કરાયા
અમદાવાદ, અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોતને ભેટેલા મહેસાણાના કમનસીબ ચૌધરી પરિવારના ચાર સભ્યોના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન સિટીમાં ૧૦ એપ્રિલે હિંદુ વિધિ અનુસાર પ્રવીણ ચૌધરી, તેમના પત્ની દક્ષાબેન ચૌધરી તેમજ દીકરી વિધિ અને દીકરા મિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. The last rites of the Chaudhary family, who died on the US-Canada border, were performed
હ્યુમન્સ ફોર હાર્મની નામની એક સંસ્થા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લાના માણેકપુરા ડભોડા ગામના વતની પ્રવીણ ચૌધરીના પરિવારમાંથી કોઈ કેનેડા નહોતું પહોંચી શક્યું, અને ચારેય મૃતકોના પાર્થિવ શરીર કેનેડાથી ઈન્ડિયા લઈ જવાની પણ તેમની સ્થિતિ ના હોવાથી વિદેશની ધરતી પર જ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
કેનેડિયન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના અલબામામાં રહેતા પ્રવીણભાઈ ચૌધરીના બહેન કાંતાબેન અને તેમની દીકરી મોનાલી ચૌધરી અંતિમવિધિમાં હાજર રહ્યા હતા. પ્રવીણ ચૌધરીની ભાણી મોનાલી ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘તેને હજુય વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેના કઝિન્સ અને મામા-મામી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ વિઝિટર વિઝા પર કેનેડા આવ્યા હતા, પરંતુ ત્યાંથી તેમનો અમેરિકા આવવાનો પ્લાન હતો તે અંગે કોઈને કંઈ ખબર નહોતી.
મોનાલીએ એમ પણ કહ્યું હતું કે, જે થવાનું હતું તે થઈ ગયું, હવે તેમને સમ્માન સાથે અંતિમ વિદાય આપવી જાેઈએ.’ ઈન્ડિયાથી ચૌધરી પરિવારના કોઈ સભ્ય અંતિમવિધિ માટે કેનેડા આવી શકે તેમ ના હોવાથી ઈન્ડિયન કોન્યુલેટ દ્વારા હ્યુમન્સ ફોર હાર્મની નામની સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
હિંદુ વિધિથી અંતિમ સંસ્કાર કરાયા બાદ ચૌધરી પરિવારના સભ્યોના અસ્થિ ગુજરાત મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઘટના બની ત્યારે શરૂઆતમાં દક્ષાબેન ચૌધરી ગુમ થયા હોવાનું બહાર આવ્યું હતું, જાેકે બાદમાં તેમની બોડી પણ મળી આવી હતી.
જાેકે, ચૌધરી પરિવાર જે વ્યક્તિની બોટમાં સવાર હતો તે હજુય ગુમ છે. ચૌધરી પરિવારની પ્રાર્થના સભાનું આયોજન કરનારી સંસ્થાના પ્રમુખ ડોન પટેલે જણાવ્યું હતું કે આવી ફરજ પણ અદા કરવાની આવશે તેવી કેનેડામાં રહેતા કોઈ ગુજરાતીએ કલ્પના પણ નહીં કરી હોય. તેમણે સ્થાનિક મીડિયાને એવું પણ કહ્યું હતું કે કેનેડા કે અમેરિકા આવવાના ઘણા લીગલ ઓપ્શન્સ છે, અને ઘણી તકો પણ અહીં ઉપલબ્ધ છે.
મેમ્બર ઓફ પ્રોવિન્શિયલ પાર્લામેન્ટ દીપક આનંદે ભારતીયોને આ પ્રકારના શોર્ટકટ ના લેવા માટે અપીલ કરતા કહ્યું હતું કે જાે કોઈ આવું કરે તો આપણે તેમને રોકવા જાેઈએ અને તેમને સમજાવવા જાેઈએ કે તેઓ જે કરવા જઈ રહ્યા છે તે કેટલું જાેખમી છે.
ચૌધરી પરિવાર ફેબ્રુઆરી મહિનામાં વિઝિટર વિઝા પર કેનેડા પહોંચ્યો હતો, અને ચારેય સભ્યો એક મહિનાથી પણ વધુ સમયથી ટોરેન્ટોમાં જ હતા. તેઓ ૨૯ માર્ચે બોટમાં સવાર થઈને અમેરિકા જવા માટે નીકળ્યા હતા. લાંબી મુસાફરી બાદ તેમને ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકાના ન્યૂયોર્ક પહોંચવાનું હતું, પરંતુ આ પરિવારે જ્યારે પોતાની મુસાફરી શરૂ કરી તે વખતે હવામાન ખરાબ હોવાથી સેન્ટ લોરેન્સ નદી તોફાની બની હતી.
બીજી તરફ, ચૌધરી ફેમિલી જે બોટમાં સવાર હતી તે સાવ નાની હતી, અને તેમાં તેમની સાથે એક રોમાનિયન ફેમિલીના પણ ચાર લોકો હતા. તોફાની નદીમાં ચૌધરી પરિવારની બોટ ડેમેજ થઈને ડૂબી ગઈ હતી અને આ દુર્ઘટનામાં બોટમાં સવાર તમામ આઠ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે બોટચાલક હજુય લાપતા છે, આ ઘટના બની ત્યારે આ સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડી પણ હતી.
ગુજરાત પોલીસે ચૌધરી પરિવારને પહેલા કેનેડા અને ત્યાંથી અમેરિકા મોકલવામાં સામેલ ત્રણ એજન્ટોની ઓળખ કરી લીધી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે ચૌધરી પરિવારના મોતના સમાચાર બહાર આવતા આ એજન્ટો તાબડતોબ માણેકપુરા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકો સાથે મિટિંગ કરીને આ ઘટના અંગે કંઈ ના બોલવા માટે જણાવ્યું હતું. જાેકે, પોલીસની ભીંસ વધતા આ ત્રણેય એજન્ટો હાલ ફરાર થઈ ગયા છે.SS1MS