Western Times News

Gujarati News

છાવામાંથી લેઝીમ ડાન્સનો સીન દૂર કરવો પડ્યો

મુંબઈ, ઐતિહાસિક વિષય પર ફિલ્મ બને અને તેમાં કોઈ વિવાદ ન સર્જાય તો જ નવાઈની વાત છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું, જેમાં છાવા વિકી કૌશલ અને રશ્મિકા મંદાના એક સીનમાં મહારાષ્ટ્રનો જાણીતો લેઝિમ ડાન્સ કરતાં દેખાય છે.

આ સીન અંગે વિવાદ સર્જાયો હતો, કેટલાંક રાજકારણીઓએ આ સીન દૂર ન થાય તો ફિલ્મ પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ મુકવાની પણ વાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું, “છત્રપતિ સંભાજી મહારાજનો ઇતિહાસ યોગ્ય રીતે દર્શાવવો જોઈએ. ઇતિહાસમાં છેડછાડ કરવી યોગ્ય નથી. કારણ કે સંભાજી મહારાજ પ્રત્યે બધાને ઘણું સન્માન અને પ્રેમ છે.

આ પ્રેમ અને સન્માનને ઠેસ પહોંચવી જોઈએ નહીં. ફિલ્મમાં સર્જનાત્મકતા ચોક્કસ હોવી જોઈએ પણ તેની સાથે સંવેદનશીલતા પણ હોવી જોઈએ.” તેમજ સંભાજી મહારાજના વારસદાર અને રાજ્યસભાના એમપી સંભાજીરાજે છત્રપતિએ પણ રિલીઝ પહેલાં ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેમજ ફિલ્મ સાથે જોડાયેલા ઇતિહાસકારો સાથે વિચાર વિમર્ષની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.હવે આ સીન ફિલ્મમાંથી દૂર કરાયો છે. આ અંગે ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરે કન્ફર્મ કર્યું છે. મહારાષ્ટ્રની એમએનએસ પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે સાથે લક્ષ્મણ ઉટેકરની મીટિંગ બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.

ઉટેકરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ માત્ર એક ડાન્સનો સીન છે, મારાઠા રાજાના વારસાથી વિશેષ કશું જ નથી. આ ફિલ્મમાં વિકી કૌશલ જાણીતા મરાઠા રાજા છત્રપતિ સંભાજીનો રોલ કરે છે. નિવેદનમાં ઉટેકરે કહ્યું, “હું રાજ ઠાકરને મળ્યો. એ એક ઉમદા વાચક અને એક અભ્યાસુ વ્યક્તિ છે.

તેથી મેં તેમના કેટલાંક સૂચનો અને માર્ગદર્શન લીધાં છે. હું કહી શકું છું કે તેમના શબ્દો મવે ઘણા ઉપયોગી થયા છે. તેમને મળ્યા પછી મેં સંભાજી મહારાજ જેમાં લેઝીમ ડાન્સ કરે છે, તે દૃશ્ય કાઢી નાખ્યા છે. લેઝીમ ડાન્સ એ કોઈ મોટી વાત નથી. લેઝીમ ડાન્સ કરતાં સંભાજી મહારાજ ઘણા મોટાં છે.

તેથી અમે આ સીન ફિલ્મમાંથી દૂર કરી દઈશું.”લેખક શિવાજી સાવંતના પુસ્તક છાવા પરથી આ ફિલ્મ બની રહી છે, જેમાં સંભાજી મહારાજની વીરતા અને છત્રપતિ બન્યા પછીના તેમના સામ્રાજ્યની વાત છે. લક્ષ્મણ ઉટેકરે એક ૨૦ વર્ષના છોકરા તરીકે સંભાજીની કલ્પના કરીને આ ફિલ્મની વાર્તા શરૂ કરી છે.

આ અંગે લક્ષ્મણ ઉટેકરે કહ્યું, “જ્યારે સંભાજી મહારાજે બરહાનપુરમાં હુમલો કર્યાે ત્યારે સંભાજી મહારાજની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. અમે શિવાજી સાવંતની બૂક છાવાના અધિકાર મેળવ્યા છે, જેમાં સંભાજી મહારાજ હોળીના તહેવારમાં ભાગ લે છે. એ હોળીકા દહનમાંથી નાળિયેર કાઢે છે. તેથી અમે ૨૦ વર્ષના સંભાજી મહારાજની કલ્પના કરી છે. તેથી તેમણે લેઝીમ ડાન્સ કર્યાે હોય તે સ્વાભાવિક છે.

કેમ નહીં? લેઝીમ મહારાષ્ટ્રની સંસ્કૃતિનો ભાગ છે. આ આપણું પરંપરાગત નૃત્ય છે. પરંતુ આ ડાન્સથી કોઈની લાગણી દુભાઈ હોય તો અમે તે દૂર કરીશું. ડાન્સ તેમનાથી મોટો નથી.”મહારાષ્ટ્રના કેટલાક રાજકારણીઓએ રિલીઝ પહેલાં આ ફિલ્મ ઇતિહાસકારોને બતાવવાનો આગ્રહ કર્યાે હતો.

આ અંગે ઉટેકરે કહ્યું, “અમે ૨૯ જાન્યુઆરીએ એક ખાસ પ્રીમિયર શોનું આયોજન કર્યું છે. કેટલાંક ઇતિહાસકારો અને ઇતિહાસના અભ્યાસુઓ પણ તેમાં હાજરી આપશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.