Western Times News

Gujarati News

પાટીદારો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા આગેવાનોએ કરેલી રજૂઆત

The leaders made a presentation to withdraw the police cases against Patidars

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ કેસ પરત કરવાના આદેશ થઈ ચૂક્યા છે જ્યારે બિન અનામત આયોગ ની ચેરમેન સહિતની અન્ય ખાલી જગ્યાઓ પણ ઝડપથી પૂરી બિન અનામત આયોગ અને નિગમને મેઘવંતુ બનાવવા માટેની કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે

આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ વર્લ્ડ પાટીદાર ફેડરેશન હેઠળ આવતી સંસ્થાના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મહત્વની બેઠક કરી હતી જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવાનો સામે થયેલા પોલીસ કેસ પાછા ખેંચવાની માંગણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

આ અંગે સમાજના અગ્રણી સી કે પટેલે જણાવ્યું હતું કે આજે પાટીદાર સમાજની છ અલગ અલગ સંસ્થાઓના અગ્રણીઓ ઉપરાંત વર્લ્ડ પાટીદાર ફેડરેશન હેઠળ આવતી ૧૫ જેટલી સંસ્થાના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી સાથે સાનુકૂળ વાતાવરણમાં વિવિધ મુદ્દાઓના અનુસંધાનમાં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા.

આ તબક્કે તેમને પાટીદાર અનામત આંદોલન સમય થયેલા પોલીસ કેસ અંગે ની વિગતોમાં તેમણે કહ્યું કે આ મુદ્દે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમાજના આગેવાનોને સ્પષ્ટ કહ્યું હતું કે પાટીદાર સમાજના યુવાનો સામે થયેલા પોલીસ કેસમાં માત્ર ૧૪ કેસ સિવાયના બાકીના તમામ કેસ પાછા ખેંચવાના ઓર્ડર કરી દેવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ કરી હોવાની કબુલાત

પાટીદાર આગેવાન સી કે પટેલે પત્રકારો સમક્ષ કરી હતી આ ઉપરાંત બિન અનામત આયોગ અને નિગમ અંગે પૂછતાં તેમણે કહ્યું કે આ મામલે પણ ગુજરાત સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે જેમાં ખાલી પડેલી ચેરમેન સહિતની અન્ય જગ્યાઓ પણ તાત્કાલિક ભરવા માટે મુખ્યમંત્રીએ સહમતિ દર્શાવી છે

અને બિન અનામત આયોગ ને કાર્યરત કરવા માટેના તમામ પ્રશ્નો મુદ્દે તાત્કાલિક નિરાકરણ કરવાની ખાતરી આપી હોવાની કબુલાત કરી હતી તો બીજી તરફ સરકારી નોકરીમાં થતી ગેરરીતી અને અન્યાય બાબતે પણ પાટીદાર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા

જેમાં તમામ મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ લાવવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો મુખ્યમંત્રીએ કર્યો હોવાનું સી કે પટેલે જણાવ્યું છે. ઉલ્લેખની છે કે આજે મુખ્યમંત્રી સાથે પાટીદાર સમાજના આગેવાનોએ પાટીદારો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા સરકારી નોકરી સહિતના તમામ મુદ્દાઓ વિશે પરામર્શ કરી મુદ્દાઓનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી જાે કે અગાઉ નક્કી થયેલી આ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વ્યસ્તતાના કારણે રદ થઈ હતી જે આજે મળી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.