ડાબાકાંઠાની કેનાલ ઓવર ફ્લો થતા તમાકુના પાક ઉપર પાણી ફરી વળ્યા

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણા મોટા ગામ પાસે ડાબાકાંઠાની કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે પાણીની અછત છે અને ખેડૂતોને ખેત પેદાશોમાં પોષણક્ષમ ભાવ ના મળતા હોય ખેડૂતો પરેશાન છે ત્યાં વાસણા મોટા ગામના ખેડૂત ઉપર એક નવી આફત ઉતરી પડી છે અને જાણે ખેડૂત ઉપર પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે વાસણા મોટા ગામ પાસે ડાબા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતના તૈયાર થયેલા તમાકુના બે વિઘાના પાક પર પાણી ફરી વળતાં ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સરકાર ખેડૂતને નુકસાની સામે કંઈ વળતર આપે તેવી ખેડૂતની માંગ છે.