‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ભારતમાં રિલીઝ થશે
મુંબઈ, પાકિસ્તાની ફિલ્મ સ્ટાર ફવાદ ખાનની ભારતીય ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. ફવાદે ૨૦૧૭ની ફિલ્મ ‘ખૂબસુરત’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ‘કપૂર એન્ડ સન્સ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ભારતીય ફિલ્મોમાં ફવાદની એન્ટ્રી પછી, દર્શકોમાં તેનો ક્રેઝ વધુ ઝડપથી વધી ગયો.
પરંતુ ૨૦૧૬માં પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ તે બોલિવૂડમાં જોવા મળ્યો ન હતો. હવે ફવાદના ભારતીય ચાહકો માટે એક મોટા ખુશખબર છે.
ફવાદ ખાનની બ્લોકબસ્ટર ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ (૨૦૨૨) ટૂંક સમયમાં જ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની સૌથી મોટી ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ આવતા મહિને ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. દિગ્દર્શક બિલાલ લશારીની આ ફિલ્મને આખી દુનિયામાં ઘણી પ્રશંસા મળી છે.
ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાંથી એક ઝી સ્ટુડિયો ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આ અદ્દભુત પાકિસ્તાની ફિલ્મ ભારતીય દર્શકો માટે લાવવા જઈ રહ્યું છે ફવાદ ખાન, માહિરા ખાન.
હમઝા અલી અબ્બાસી અને હુમૈમા મલિક અભિનીત ‘ધ લિજેન્ડ આૅફ મૌલા જટ્ટ’ પાકિસ્તાની લોકકથાઓમાં લોકપ્રિય મૌલા જટ્ટ અને નૂરી નટ્ટ વચ્ચેની હરીફાઈ પર આધારિત છે. ૨૦૨૨માં રિલીઝ થયેલી ફવાદ ખાનની ફિલ્મે પાકિસ્તાની ફિલ્મોના કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા.
૪૫-૫૫ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે તેના પ્રથમ થિયેટર રનમાં રૂ. ૨૫૦ કરોડ (પાક)થી વધુનો બિઝનેસ કર્યાે હતો. તેના પ્રથમ રન પછી, આ ફિલ્મ વિશ્વવ્યાપી બજારમાં વિવિધ સ્થળોએ ફરીથી રજૂ કરવામાં આવી છે અને તેનું કુલ વિશ્વવ્યાપી કલેક્શન રૂ. ૪૦૦ કરોડ (પાક) કરતાં વધુ છે.
પંજાબી ફિલ્મો ભારત અને પાકિસ્તાન બંનેમાં બને છે. અને જો આપણે માત્ર પંજાબી ભાષા પર જ નજર કરીએ તો દુનિયાની સૌથી મોટી ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ છે, જેનું વિશ્વભરમાં કલેક્શન ૧૪ મિલિયન ડોલર છે, જે આજની તારીખે લગભગ ૧૧૭ કરોડ ભારતીય રૂપિયા છે. ભારતની સૌથી મોટી પંજાબી ફિલ્મ ‘જટ્ટ એન્ડ જુલિયટ ૩’, ઇં૧૩ મિલિયન (૧૦૯ કરોડ ભારતીય રૂપિયા) સાથે, ફવાદ ખાનની ફિલ્મ પછી આવે છે.SS1MS