108ની ટીમે રિક્ષામાં ડિલિવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો
સુરત, લોહીના દરેક ટીપાંની સાથે ૩૦ વર્ષીય મહિલા અને તેના નવજાત દીકરા માટે જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર ઘટતું જઈ રહ્યું હતું. પરંતુ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમનો આભાર, જેમણે માત્ર ત્રણ મિનિટમાં ૨ કિમીનું અંતર કાપ્યું અને બંનેના જીવ બચાવી લીધા.
આ ઘટના સોમવારે બની હતી. ‘વધારે પડતું લોહી વહી ગયું હતું અને હું બાળકનું માથું જાેઈ શકતો હતો. તેથી, અમારે રિક્ષામાં જ મહિલાની ડિલિવરી કરાવવી પડી હતી. તેના મેડિકલ ઈતિહાસને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવાનું જાેખમ અમે લેવા માગતા નહોતા’, તેમ એબ્યુલન્સના ઈએમટી શબ્બીર બેલિમે જણાવ્યું હતું.
બેલિમ અને એમ્બ્યુલન્સના પાયલોટ તેજસ પટેલ ફોન કર્યાના ત્રણ મિનિટની અંદર રાંદેરના મોરા ભાગલથી પાલનપુર પાટિયા સ્થળે પહોંચ્યા હતા. ચકુ દેવીપૂજકને વધારે બ્લીડિંગ થઈ રહ્યું હોવાથી રિક્ષાના ડ્રાઈવર રિંકુ શાહે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ચકુ કે તેના સાસુ પાસે મોબાઈલ નહોતો.
તેને બ્લીડિંગ થઈ રહ્યું હતું અને પીડામાં મદદ માટે બૂમો પાડી રહી હતી. તેથી, મેં રિક્ષા રોકી હતી અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો’, તેમ રિંકુ સિંહે જણાવ્યું હતું, જેઓ ડિલિવરી બાદ તેમની રિક્ષા ધોવા માટે સર્વિસ સેન્ટર પર લઈ ગયા હતા.
ચકુ દેવીપૂજકની આ પાંચમી ડિલિવરી હતી અને રિક્ષામાં જ તેને લેબર પેઈન શરૂ થયું હતું. તે હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ જઈ રહી હતી. તેને નવ મહિના પહેલાથી જ પૂરા થઈ ગયા હતા અને ચેકઅપ માટે જઈ રહી હતી. મેડિકલની ભાષામાં કહીએ તો, તેને મલ્ટીગ્રેવિડા કહેવામાં આવે છે.
મહિલાની વધારે ડિલિવરી થઈ હોવાથી બ્લડલોસ અન તેના કારણે થતી મુશ્કેલીઓ વધવાનો ખતરો વધુ હતો’, તેમ બેલિમે કહ્યું હતું. એકવાર રિક્ષામાં ડિલિવરી કરવાનું નક્કી કર્યા બાદ, બેલિમ અને પટેલ નજીકના ઘરમાંથી ચાદર લઈ આવ્યા હતા અને રિક્ષાને ઢાંકી દીધી હતી.
‘નાળ બાળકના ગળામાં વીંટળાઈ ગઈ હતી. પરંતુ તેની સુરક્ષિત રીતે ડિલિવરી કરવામાં આવી હતી. માતા અને બાળક સ્વસ્થ છે અને હાલ હોસ્પિટલમાં છે’, તેમ તેણે ઉમેર્યું હતું. ચકુ દેવીપૂજકનો પતિ મજૂર છે અને પરિવાર અડાજણમાં EWS કોલોનીમાં રહે છે. SS1MS