દિયોદરના માર્કેટ યાર્ડમાં સાત દુકાનોના તાળા તૂટ્યા

દિયોદર, માર્કેટ યાર્ડમાં સુરક્ષા હોવા છતાં તસ્કરોએ ૭ દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ સમગ્ર મામલે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવા ભુરિયા અને દિયોદર એપીએમસી ચેરમેને તાત્કાલિક ધોરણે આ અંગે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી છે.
બનાસકાંઠાના દિયોદર માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના સામે આવી છે. માર્કેટ યાર્ડમાં તસ્કરોએ ગત મોડીરાત્રે ૭ દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
જેમાં માર્કેટ યાર્ડના ડિરેક્ટર અને દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્રની દુકાનના પણ તાળા તૂટ્યા છે.
માર્કેટ યાર્ડમાં સુરક્ષા હોવા છતાં તસ્કરોએ ૭ દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ સમગ્ર મામલે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શીવા ભુરિયા અને દિયોદર એપીએમસી ચેરમેને તાત્કાલિક ધોરણે આ અંગે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી છે. SS3SS