ગુજરાતના આ શહેરમાં લહેરાયો સૌથી લાંબો ધ્વજ
સૌથી લાંબો ધ્વજ રાજકોટમાં, ૨૫૦ ફૂટ લાંબો છે તિરંગો
(એજન્સી)રાજકોટ, રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે રંગીલા રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. ઉત્સવ પ્રિય ગણાતા રાજકોટના લોકોમાં અત્યારે દેશભક્તિનો રંગ ખીલ્યો છે. સમગ્ર રાજકોટ રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના તહેવાર નિમિત્તે દેશભક્તિના રંગમાં રંગાયુ છે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો તિરંગો લાગ્યો છે.
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રોડ પર આવેલા સિલ્વર હાઇટ્સમાં ૨૫૦ ફૂટ લાંબો તિરંગો લાગ્યો છે. આ તિરંગાની પહોળાઈ ૨૪ ફૂટ છે ૨૨ માળની આ ઈમારતમાં આ તિરંગો લહેરાઈ રહ્યો છે. એક કિલોમીટર દૂરથી લોકો આ તિરંગાને જાેઈ શકે છે.
રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પરથી દિવસ દરમિયાન હજારો લોકો ઓવર જેવર કરતા હોય છે ત્યારે આ તિરંગા ને જાેઈને રાજકોટ વાસીઓ પણ ગર્વની લાગણી અનુભવે છે તો કેટલાક લોકો ભારત માતાકી જય અને વંદે માતરમ ના નાત પણ આ તિરંગા ને જાેઈને લગાવી છે. રાજકોટમાં લોકો પોતપોતાના ઘર ઉપર તિરંગો ફરકાવી રહ્યા છે.
ત્યારે રાજકોટની સૌથી મોટી બિલ્ડીંગ ગણાતી સિલ્વર હાઈટસના એસોસિયેશન દ્વારા આથી રંગો લહેરાવવામાં આવી રહ્યો છે. સ્વતંત્ર પર્વના ત્રણ દિવસ અગાઉથી જ આ તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. સિલ્વર હાઇટસ્ એસોસિએશન દ્વારા ખાસ અઢીસો ફૂટ લાંબો તિરંગો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા બે વર્ષ થયા રાષ્ટ્રીય પર્વ પર આ તિરંગો આ સિલ્વર હાઇટ્સ પર લહેરાવવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર ના ૧૫૦ ફૂટ પર આવેલા આ સિલ્વર હાઇટ્સ રાજકોટ શહેરના પોસ વિસ્તારમાં આવેલો છે. અહીંથી દિવસ દરમિયાન દરરોજ હજારો લોકો પસાર થતા હોય છે. ત્યારે આ સૌથી લાંબો ગગન ચુંબી તિરંગો હાલ રાજકોટ શહેરની શાન વધારી રહ્યું છે.