Western Times News

Gujarati News

લગ્ન કરવા માટે પ્રેમીના ઘરે પ્રેમિકાએ ધામા નાખ્યા

અસમોલી, ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અસમોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રતુપુરા ગામનો છે. હકીકતમાં જાેઈએ તો, અહીં ૧ ઓક્ટોબર એક યુવતીના આ જ ગામમાં રહેતા પોતાના પ્રેમીના ઘરમાં બળજબરીપૂર્વક ઘુસી ગઈ હતી. બધાંએ બહું કોશિશ કરી, પણ તે બહાર નિકળી નહીં. જ્યારે લોકો અકળાયા તો પછી પોલીસને બોલાવી.

યુવતીએ જીદ પકડી હતી કે, તે લગ્ન કરશે તો તેના પ્રેમી સાથે જ નહીંતર કોઈની સાથે લગ્ન નહીં કરે. ત્યાર બાદ પોલીસ યુવતી અને તેના પ્રેમીને પોલીસ ચોકીએ લઈ ગઈ. પોલીસે તેના પ્રેમીને લગ્ન માટે રાજી કર્યો. પોલીસની હાજરીમાં બંનેના લગ્ન થયાં.

જાે કે, ઘરે પહોંચ્યાના ૩ કલાક બાદ નવી આવેલી દુલ્હનને પેટમાં દુખાવો ઉપડ્યો, પરિવારના લોકો તુરંત તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેણે એક દિકરાને જન્મ આપ્યો, ત્યાર બાદ તો પરિવારમાં લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. લગ્નના ફક્ત ત્રણ કલાક બાદ દુલ્હન માતા બનવા વિશે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા. પણ આપને જણાવી દઈએ કે, યુવતી અને તેના પ્રેમી વચ્ચે લાંબા સમયથી અફેયર હતું.

પ્રેમીએ લગ્નના નામ પર કેટલાય સમયથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો. તેનાથી તે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. જ્યારે તેણે પોતાના મા-બાપને આ બધી જાણ કરી તો, તેઓ છોકરાના ઘર પર તેને લઈને પહોંચી ગયા, તે તેની સાથે લગ્નની પ્રેશર કરવા લાગ્યા.

પણ પ્રેમીએ ના પાડી દીધી. જેને લઈને તેના ઘરમાં હોબાળો થઈ ગયો હતો. યુવતીનું કહેવું હતું કે, તે તેની સાથે જ લગ્ન કરશે. જેમ તેમ કરીને પોલીસે પ્રેમી અને પ્રેમિકાને સમજાવી અને ચોકીએ લઈ ગયા, જ્યાં બંનેની મરજીથી લગ્ન કરાવી દીધા.

તો વળી થોડીવારમાં પરિવારના લોકોને બોલાવ્યા અને નવી દુલ્હનને ઘરે લઈ ગયા. જ્યાં ઘરે પહોંચતા જ તેને દુખાવો ઉપડ્યો, તાત્કાલિક તેને નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જ્યાં તેણે એક દિકરાને જન્મ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, બંને ઠીક છે. આ વાવડ આગની માફક સમગ્ર પંથકમાં ફેલાઈ ગયા હતા, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.