ધરોઈ ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાને એલર્ટ સ્ટેજની જાણ કરાઇ છે.
(એજન્સી)મહેસાણા, મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. ધરોઈ ડેમમાંથી ૪૦૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. ધરોઈ ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. જેના પગલે સાત જિલ્લાના કલેક્ટરને એલર્ટની જાણ કરાઈ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાને એલર્ટ સ્ટેજની જાણ કરાઇ છે. The low-lying areas of Ahmedabad were alerted after the release of water from Dharoi Dam
બીજી બાજુ, વધુ વરસાદ થાય તો આઉટફ્લોમાં વધારો થઈ શકે છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસવા સૂચના અપાઇ છે. ધરોઇ ડેમની કુલ ૬૨૨ સપાટી સામે ૬૧૯ ફૂટ સુધી ભરાશે. ચાલુ માસે સપાટી ૬૧૯ ફૂટ સુધી ભરવા મંજૂરી મળી છે.
હાલમાં ડેમની જળ સપાટી ૬૧૮.૩૮ ફૂટે પહોંચી છે. જ્યારે ડેમનો જળ સ્ટોક ૮૬.૨૦% થયો છે. ધરોઈ ડેમમાંથી આજે પાણી છોડવામાં આવ્યું છે. ૪૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ધરોઇ ડેમનો એક દરવાજાે ખોલવામાં આવ્યો છે. ૭ જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઇ છે.
સ્ત્રાવ ક્ષેત્રમાં વધુ વરસાદ પડે તો ક્રમશ આઉટ ફલોમાં વધારો થશે. જેના પગેલ નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. ધરોઇ ડેમની કુલ ૬૨૨ સપાટી સામે ૬૧૯ ફૂટ સુધી ભરાશે. ડેમની જળ સપાટી ચાલુ માસે ૬૧૯ ફૂટ સુધી ભરવા મંજૂરી મળી છે. હાલમાં ડેમની જળ સપાટી ૬૧૮.૩૮ ફૂટે પહોંચી છે. જ્યારે ડેમનો જળ સ્ટોક ૮૬.૨૦% થયો છે.