વાસણા બેરેજના 9 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
પાણીની આવકને કારણે વાસણા બેરેજના દરવાજા ખોલાયા -૯ દરવાજા ખોલી ૨૫,૨૬૩ ક્યુસેક પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની આગાહી દરમિયાન અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. અહીં વાસણા બેરેજના ૯ દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.
એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતભરમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ છૂટછવાયો સામાન્યથી હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે પાણીની સતત આવકના કારણે વાસણા બેરેજના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે અને ૨૫ હજાર ૨૬૩ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
વાસણા બેરેજના ૯ દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નાની કલોલી, મોટી કલોલી, રઢુ ગામ સહિત રસિકપુરા,પથાપુરા,નાયકા અને નવાગામ, ચલીન્દ્રા સહિતના અનેક ગામ એલર્ટ કરવામાં આવ્યાં છે.