Western Times News

Gujarati News

ચીન-ભારત સરહદે 13 હજાર ફૂટ ઉંચાઈ પર સૈનિકો-શસ્ત્રો પહોંચાડવા સેલા ટનલની મુખ્ય ભૂમિકા રહેશે

પીએમ મોદી પશ્ચિમ કામેંગ જિલ્લામાં અંદાજિત 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સેલા ટનલ ખુલ્લી મુકાશેઃ ચીન-ભારત સરહદના વિસ્તારોમાં સૈનિકો, શસ્ત્રો અને મશીનરીની ઝડપી પહોંચાડી શકાશે અને LAC પર ભારતીય સેનાનો સમય બચશે

1962માં, ચીનના સૈનિકોએ આ વિસ્તારમાં ભારતીય દળો સાથે અથડામણ કરી અને તે વર્ષે 24 ઓક્ટોબરે તવાંગ શહેરને કબજે કર્યું હતું.

PM Narendra Modi dedicated the Sela Tunnel project to the Nation on Saturday. The Tunnel constructed on the Road connecting Tezpur to Tawang in Arunachal Pradesh has been constructed at an altitude of 13000 feet with a total cost of Rs 825 Crore and will provide all-weather connectivity to Tawang Region of Arunachal Pradesh. The foundation stone of Sela Tunnel was laid by PM Modi on 09 Feb 2019: Border Roads Organisation.

શનિવારે  બપોરે  PM નરેન્દ્ર મોદી  અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે. તવાંગમાં તેઓ 825 કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ અરુણાચલના તવાંગને આસામના તેજપુર સાથે જોડશે. બપોરે 1.30 વાગ્યે, PM જોરહાટના હોલોંગા પાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરફૂકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ માળખું ‘સ્ટેચ્યુ ઓફ વેલોર’ તરીકે ઓળખાશે.

પીએમ મોદી પશ્ચિમ કામેંગ જિલ્લામાં વૈસાખીમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ટનલ ચીનની સરહદે તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. તે ચીન-ભારત સરહદે આગળના વિસ્તારોમાં સૈનિકો, શસ્ત્રો અને મશીનરીની ઝડપી તહેનાતી દ્વારા LAC પર ભારતીય સેનાની ક્ષમતાઓને પણ વધારશે.

પ્રોજેક્ટનો શિલાન્યાસ ફેબ્રુઆરી 2019માં મોદી દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો ખર્ચ અંદાજિત 697 કરોડ રૂપિયા હતો, પરંતુ કોવિડ-19 રોગચાળા સહિતના વિવિધ કારણોસર કામમાં વિલંબ થયો હતો. આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય છે. પ્રથમ 980 મીટર લાંબી સિંગલ-ટ્યુબ ટનલ છે, અને બીજી ઈમરજન્સી માટે એસ્કેપ ટ્યુબ સાથે 1.5 કિમી લાંબી છે. 1962માં, ચીનના સૈનિકોએ આ વિસ્તારમાં ભારતીય દળો સાથે અથડામણ કરી અને તે વર્ષે 24 ઓક્ટોબરે તવાંગ શહેરને કબજે કર્યું હતું.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.