Western Times News

Gujarati News

ફેન્સને મોટી સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં ‘પુષ્પા ૨’ના મેકર્સ

મુંબઈ, અલ્લુ અર્જૂનની પુષ્પા ધ રાઇઝ ત્યારથી જ લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષની માસ્ટ અવેટેડ ફિલ્મોમાં પુષ્પા ધ રૂલનું નામ પણ સામેલ છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પર તાજેતરમાં એક મોટું અપડેટ આવ્યું છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, મેકર્સ આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવાની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મના નિર્માતા અલ્લુ અર્જૂનના જન્મદિવસ પર તેનું ટીઝર લાન્ચ કરીને ચાહકોને મોટી ભેટ આપી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું ટીઝર ૮ એપ્રિલે રિલીઝ થઈ શકે છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ અપડેટે ચોક્કસપણે અલ્લુના ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા છે. ગયા વર્ષે પુષ્પા ૨ ના અલ્લુ અર્જૂનનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

આમાં અભિનેતા સાડી પહેરીને જોવા મળ્યો હતો. તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો હતો. ૨૦૨૧માં રીલિઝ થયેલી પુષ્પાઃ ધ રાઇઝ, સુકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

તે કોરોના સમયગાળા દરમિયાન સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. પુષ્પા ૨ વિશે વાત કરીએ તો, સમંથા રૂથ પ્રભુ પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં સંજય દત્તનો પણ ખાસ રોલ હોવાની શક્યતા છે. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.