Western Times News

Gujarati News

ફિલ્મના મેકર્સ એનિમલ યુનિવર્સ બનાવવાની તૈયારી કરી રહ્યા છે

મુંબઈ, રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘એનિમલ’એ બોક્સઓફિસ પર તબલાતોડ કમાણી કરી છે. આ ફિલ્મના ડાયલોગ અને ગીતો લોકોના મોંઢે ચઢેલા છે.

ફિલ્મ જોઈ ચૂકેલા લોકો તેના બીજા ભાગ ‘એનિમલ પાર્ક’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના જેટલા વખાણ થયા તેટલી જ તેની ટીકા પણ થઈ છે છતાં ફિલ્મના બોક્સઓફિસ કલેક્શને ટીકાખોરોના મોં સીવી દીધા છે. હવે એવી ચર્ચા થઈ રહી છે કે, ફિલ્મના મેકર્સ ‘એનિમલ’ યુનિવર્સ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

ફિલ્મની સિક્વલ ઉપરાંત તેની પ્રીક્વલ પણ આવી શકે છે. આ ફિલ્મમાં બોબી દેઓલે અબરાર હકનો રોલ ભજવ્યો હતો. ફક્ત ૧૫ મિનિટના જ સ્ક્રીન ટાઈમમાં બોબી દેઓલ એટલો છવાઈ ગયો કે હવે મેકર્સ તેના પાત્રને લઈને જ પ્રીક્વલ બનાવવાનું વિચારી રહ્યા છે.

બોબી દેઓલની સ્ક્રીન પ્રેઝન્સ અને જમાલ કાડુ ગીત પરના ડાન્સ મૂવ્સ લોકોના મનમાં વસી ગયા છે. સોશિયલ મીડિયા પર પણ આ ગીતના કેટલાય રીલ્સ અને વિડીયોઝ બની રહ્યા છે. બોબી દેઓલનું પાત્ર આ ફિલ્મમાં મૂંગું હોય છે પરંતુ તેની એક્ટિંગ કમાલની છે. એટલે જ લોકો તેના પાત્રના કાયલ થયા છે.

ફિલ્મના મેકર્સ ‘એનિમલ પાર્ક’નામે સીક્વલ તો બનાવી જ રહ્યા છે. ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ રણબીર કપૂરના પાત્ર રણવિજય પર ફોકસ કરશે. એવામાં બોબી દેઓલના પાત્ર અબરાર હક પર પ્રીક્વલ બની શકે છે. તાજા મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, ફિલ્મના મેકર્સ ‘એનિમલ’ યુનિવર્સ બનાવવા પર વિચાર કરી રહ્યા છે.

ફિલ્મની પ્રીકવલમાં બોબી દેઓલનું પાત્ર કેંદ્રસ્થાને હશે. રિપોર્ટ પ્રમાણે, ‘એનિમલ’ની સફળતાનો લાભ લઈને ફિલ્મના મેકર્સ હવે વધુ કમાણી કરવા માટે સીક્વલ ઉપરાંત પ્રીક્વલ બનાવવાની દિશામાં વિચાર કરી રહ્યા છે. ફિલ્મની સીક્વલ ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે. ત્યારે બોબી દેઓલના પાત્રને લગતી સ્પીનઓફ આવે તેવી પ્રબળ શક્યતા છે. જોકે, ચર્ચા તો એવી પણ છે કે, આ ફિલ્મ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા ડાયરેક્ટ ના પણ કરે.

આ તરફ હાલ તો દર્શકો બોબી દેઓલના પાત્રને ખૂબ પ્રેમ આપી રહ્યા છે ત્યારે તેણે પણ જનતાના પ્રેમ બદલ તેમનો આભાર માન્યો હતો. ‘એનિમલ’માં બોબી દેઓલ અને રણબીર કપૂર ઉપરાંત રÂશ્મકા મંદાના, અનિલ કપૂર, તૃÂપ્ત ડિમરી, સિદ્ધાંત કાર્નિક સહિતના કલાકારો હતા. આ ફિલ્મે અત્યાર સુધીમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.