મેટ્રોમોનિયલ સાઈટ પર મળેલા શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે
અમદાવાદ, મણિનગરમાં રહેતી ૩૨ વર્ષીય યુવતીએ લગ્ન કરવા માટે એક કંપનીની વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. જે બાદ વેબસાઇટ થકી યુવતીનો પરિચય સુરેન્દ્રનગરના શખ્સ સાથે થયો હતો.
જ્યારે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેકવાર જુદી-જુદી જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ અલગ-અલગ બહાના બનાવીને યુવતી પાસેથી કુલ રૂ.૫.૫૦ લાખ પડાવી લીધા હતા.
આ અંગે યુવતીએ શખ્સ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મણિનગરમાં રહેતી ૩૨ વર્ષીય યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જેમાં તેણે લગ્ન કરવા માટે એક વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો.
જે બાદ યુવતીનો વેબસાઇટ દ્વારા સુરેન્દ્રનગરના આકાશ વાલોદરા સાથે તેનો સંપર્ક થયો હતો. જે બાદ બંનેએ એકબીજાને નંબરની આપ લે કરી હતી. અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ.
આટલું જ નહીં શખ્સે જુદા-જુદા બહાના બતાવીને યુવતી પાસેથી કુલ રૂ. ૫.૫૦ લાખ પડાવી લીધા હતા. જેથી એક દિવસ શખ્સ અને યુવતી વચ્ચે ઝઘડો થતા શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ યુવતીએ રૂપિયા પરત માંગતા આપવાની ના પાડી હતી. આ અંગે યુવતીએ શખ્સ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.