પપૈયા, રીંગણ, મરચાંના વાવેતરની આડમાં ગાંજાનાં છોડનુ વાવેતર કરતો શખ્સ ઝડપાયો
બલુજીના મુવાડા ગામે લીલા ગાંજાના છોડના જથ્થા સાથે ઈસમ ઝડપાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરા તાલુકાના બલુજીના મુવાડા ગામે ફુલા ભાઈ હુકા ભાઈ નાયકા દ્રારા અન્ય પાક ની આડ માં લીલા ગાંજા ના છોડ નું વાવેતર કરવામાં આવ્યુ છે
જે ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા ખેતર માં તપાસ કરવામાં આવતાં ખેડૂત ફુલાભાઈ નાં ખેતર માંથી ૩૫૪ નંગ છોડ લીલા ગાંજા ના છોડ મળી અવ્યા પોલિસે ૬ લાખ ૬૫ હજાર કિંમત નાં કુલ ૬૬ કિલો લીલા ગાંજા નાં છોડ કબ્જે કર્યાં
કોઈને શક ન જાય એ રીતે ખેડુત ફુલા ભાઈ નાયકા દ્વારા પપૈયા રીંગણ જામફળ મરચાં વાવેતર ની આડમાં લીલાં ગાંજા નાં છોડ નુ વાવેતર કરવામાં આવ્યું હતું.
એસઓજી પોલિસે ૬.૬૫ લાખ કીમત નાં ૬૬ કીલો લીલાં ગાંજા સાથે આરોપી ફૂલા ભાઈ નાયકા ની ધરપકડ કરી છે અને તેની સામે દ્ગડ્ઢઁજી એકટ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે