પીપાવાવ પોર્ટના મેનેજરને મહિલાની જાતીય સતામણી કરતાં ટર્મિનેટ કરાયા
જાતીય સતામણી સીસીટીવી કેમેરામાં કેદ થતા અને મહિલાએ કરેલી ફરિયાદના પગલે લેવાયો નિર્ણય
રાજુલા, રાજુલાનું પીપાવાવ પોર્ટ સતત વીવાદોમાં આવતું રહે છે જેમાં પર્યાવરણનું નિકંદન હોય કે સી એસ આર ફંડના ગોળાટા હોય કે ગૌચરની જમીનનું દબાણ હોય આવા અનેક વિવાદો સતત ઘેરાયેલું જ રહે છે ત્યારે મહિલાની જાતિય સતામણી અંગે થયેલી ફરિયાદના પગલે પીપાવાવ પોર્ટના મેનેજર વિનય સચાનને ટર્મિનેટ કરી દેવાયા હતા. The manager of Pipavav Port was terminated for sexually harassing a woman
અંગત સુત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ કે પીપાવાવ પોર્ટમાં એક વિભાગમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિનય સચાને તેજ ઓફિસમાં જ કામ કરતી અકે મહિલા સેકસ હેરેસમેન્ટ શારીરિક અડપલા અવારનવાર કરતા હતા. આ અંગે મહિલા દ્વારા કંપના મેનેજમેન્ટ વિભાગને ફરિયાદ કરવામાં આવેલી હોય
જેથી મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ અંગે તપાસ કરતા આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું હતું અને સીસીટીવી કેમેરાના કૂટેજના આધારે મેનેજર વિનય સચાનને તાત્કાલિક અસરથી નોકરીમાંથી રૂખસદ આપવામાં આી હતી. જાેકે આ સમગ્ર પ્રકરણ પોલીસ મથકે પહોંચ્યો તે પહેલા પીપાવાવ પોર્ટ દ્વારા યેનકેન પ્રકારે દબાવી દીધેલ છે.
આ સેકસ હેરેસમેન્ટમાં આવી ગયેલ મેનેજર દ્વારા ઓફિસની અન્ય મહિલા કર્મચારી સામે હોદ્દાનો દુરુપયોગ કરીને અફેરમાં ફસાવીને અન્ય મહિલાનું શોષણ કર્યું હોવાની વાતો પણ આ વિસ્તારમાં વહેતી થયેલી છે. આ મેનેજર દારૂની મહેફીલો પણ પીપાવાવ પોર્ટમાં માણતો હોવાનું અંગત સુત્રો પાસેથી જાણવા મળેલ છે
અને પીપાવાવ પોર્ટનો જ એક કોન્ટ્રાકટર તેને દારૂ પુરો પાડતો હોવાની વાતો બહાર આવી છે. જાેકે સાચી વિગતો ઉડી તપાસો થા યતો જ બહાર આવે તેમ છે. પોલીસ દ્વારા તેમજ બીજા સંબંધિત વિભાગો દ્વારા જાે ઉંડી તપાસ થાય અને કંપનીમાં રહેલા સીસીટીવી કેમેરાના કૂટેજ ચેક કરવામાં આવે
તો બીજી પણ ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે તેવું આ વિસ્તારના લોકો કહી રહ્યા છે. આવી પ્રવૃતિઓ કંપનીના અન્યવિભાગમાં પણ ચાલતી હોવાની લોકોમાં ચર્ચા છે. તો મેનેજમેન્ટ આ અંગે કાળજી રાખે અને કસુરવારો સામે પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.
આ બનાવ અંગે પીપાવાવ પોર્ટના સીઈઓને પુછતા તેવો દ્વારા જણાવાયું હતું કે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે તાજેતરમાં એપીએમ ટર્મિનલ પીપાવાવ ખાતે એક કર્મચારીનું અલગ થવું એ સંસ્થાકીય નીતિ મુજબ ગેરવર્તણૂકોનું પરિણામ હતું
સંપૂર્ણ તપાસ અને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમે અમારા તમામ કર્મચારીઓ માટે સલામત અને આદરપૂર્ણ કાર્યસ્થળ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને કાર્યસ્થળ પર ઉચ્ચતમ ધોરણો અને વ્યવસાયીકરણને જાળવી રાખીને ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે અમે કડક નીતિઓ ધરાવીએ છીએ.