બિહાર લઠ્ઠાકાંડના માસ્ટરમાઈન્ડની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી
નવીદિલ્હી, છપરા લઠ્ઠાકાંડ કેસ સાથે સબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છપરા લઠ્ઠાકાંડનો માસ્ટરમાઈન્ડની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે માસ્ટરમાઈન્ડ રામ બાબુની દિલ્હીથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આ અંગે બિહાર પોલીસને જાણ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માહિતી મળતાની સાથે જ બિહાર પોલીસ માસ્ટરમાઈન્ડને ઝડપી લેવા દિલ્હી જઈ રહી છે.
માસ્ટરમાઈન્ડ રામ બાબુ પર હોમિયોપેથિક દવામાંથી દારૂ બનાવવાનો આરોપ છે. આ આરોપીએ દારૂ કેમિકલ ભેળવીને તૈયાર કર્યું હતું. બિહારના છપરામાં આ ઝેરી દારૂ પીવાથી ૭૮થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં એ ચર્ચાએ જાેર પકડ્યું હતુ કે, બિહારમાં દારૂબંધીનો કાયદો લાગુ થયા બાદ આટલી મોટી ઘટના કેવી રીતે બને છે. ખુદ રાષ્ટ્રીય માનવાધિકાર પંચે પણ આ મામલે સંજ્ઞાન લીધું હતું.
બિહાર લઠ્ઠાકાંડમાં માસ્ટરમાઈન્ડ રામબાબુની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની વિગતવાર પૂછપરછ કરી રહી છે. આ આરોપીના તમામ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. બિહારની અંદર તેના ફેલાયેલા નેટવર્કને સમજવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કેસમાં ટૂંક સમયમાં વધુ કેટલાક આરોપીઓની ધરપકડ થઈ શકે છે.HS1MS