Western Times News

Gujarati News

અમદાવાદના મેયર દ્વારા જમાલપુર વોર્ડ ખાતે ફૂલ બજાર પાસે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ સાથે હાથ ધરવામાં આવેલા ૬૦ દિવસના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન દ્વારા જમાલપુર વોર્ડ ખાતે ફૂલ બજાર અને પાછળનો ખુલ્લો પ્લોટ તથા સોમનાથ ભૂદરના આરા પાસે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. The Mayor of Ahmedabad gave a message of cleanliness by cleaning near the flower market at Jamalpur ward

આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી  તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ જોડાયો હતો.

સરસપુર આઈ.ટી.આઈ.ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તાલીમાર્થીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલીમાર્થીઓએ કેમ્પસની સાફ-સફાઈ પણ કરી હતી.  આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ.ના આચાર્ય, સ્ટાફ ગણ તેમજ તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન શ્રીના ‘ સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત માનવ ઉત્થાન સેવા સમિતિ અમદાવાદ દ્વારા લોકપ્રિય સમાજ સેવક શ્રી સતપાલજી મહારાજની પ્રેરણાથી  ગિરધરનગર આશ્રમ આસપાસનાં વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કરવામાં હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અમદાવાદ શાખાના પ્રભારી મહાત્મા શ્રી આધીનાં બાઈજીની દેખરેખ અંતર્ગત સેવાદળ અને યુવાદળ દ્વારા આ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.