મહેસાણા માર્ગ-મકાનની કચેરી સીલ કરી દેવાઈ

મહેસાણા, મહેસાણા જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન વિભાગની કચેરીને સીલ કરવામાં આવી છે. બે દિવસથી સીલ કરી દેવામાં આવતા કચેરીના સ્ટાફે હવે કાર્યપાલક ઈજનેરની કચેરીમાં બેસીને કામકાજ કરવાની નોબત આવી છે. માર્ગ અને મકાન વિભાગ સામે ખેડૂતોએ કોર્ટમાં જમીન સંપાદન મામલે અરજી કરી હતી અને જેને અનુસંધાને આખરે કોર્ટે પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીને સીલ કરાઈ હતી.
મહેસાણા જિલ્લા પંચાયતમાં આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરીને સીલ કરવાની કાર્યવાહી બે દિવસ અગાઉ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા કચેરી સીલ થઈ જતા હવે કર્મચારીઓએ કાર્યપાલક ઈજનેરની ચેમ્બરમાં બેસીને કામ કરવુ પડી રહ્યુ છે. કોર્ટના હુકમ બાદ કચેરીને સીલ કરવામાં આવી હતી.
આ માટેનુ કારણ એમ હતુ કે, વિજાપુરના જંત્રાલ ગામના ખેડૂતોની જમીન રોડ બનાવવા માટે સંપાદન કરવામાં આવી હતી. જે જમીન સંપાદનમાં ૯ ખેડૂતોને વળતર ચૂકવાયુ નહોતુ. જેને લઈ કોર્ટે આખરે કચેરી સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ૧૫ દિવસમાં વળતર આપવાની વાત કરવામાં આવી છે, તો બીજી તરફ વળતર ચુકવાય નહીં ત્યાં લગી કચેરી સીલ કરવામાં આવી છે.SS1MS