Western Times News

Gujarati News

ભવાઈના માધ્યમથી મુસાફરોને સ્વચ્છતાનો સંદેશ અપાયો

ભવાઇના માધ્યમથી હાલોલ બસ સ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફરો સમક્ષ ભવાઈ પ્રસ્તુત કરવામાં આવી હતી.

ગોધરા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા હી સેવાના અભિયાન હેઠળ સ્વચ્છતાનો સંદેશ આપતા અને સ્વચ્છતાને લઈ જન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે,

જે અંતર્ગત આજરોજ હાલોલ બસ સ્ટેશન ખાતે હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર શરદ ભાભોરની અઘ્યક્ષતામાં તેમજ એસ.ટી ડેપોના સ્ટાફની હાજરીમાં રંગમંચના કલાકારોના માધ્યમથી પંચમહાલ જિલ્લાના લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.

રંગમંચના કલાકારો દ્વારા સ્વચ્છતાની સમજ આપતું અદભુત નાટ્ય અભિનય એટલે કે ભવાઇના માધ્યમથી હાલોલ બસ સ્ટેન્ડમાં ઉપસ્થિત મુસાફરો સમક્ષ ભવાઈ પ્રસ્તુત કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ સ્વચ્છતા રાખવા આગ્રહ સાથે અપીલ કરી સ્વચ્છતા અંગેની સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે હાલોલ એસ.ટી. ડેપોના મેનેજર શરદ ભાભોર દ્વારા હાલોલ એસટી સ્ટેન્ડ ખાતે બહારગામથી આવતા તેમજ રોજે રોજનું અપડાઉન કરતા તમામ મુસાફરોને હાલોલ એસ.ટી.સ્ટેન્ડ ખાતે ગંદકી ન કરી સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા જાળવવામાં સફાઈ કર્મચારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.