ખનિજ માફિયાઓએ અધિકારીના વાહનમાં GPS સિસ્ટમ બેસાડી
તપાસ અધિકારી ચેકિંગમાં નીકળે એટલે માફિયાઓને તરત જ જાણ થઈ જાય છે, પોલીસે તપાસ હાથ ધરી
પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં ખનિજ ચોરો અને રોયલ્ટી ચોરો સરકારને લગાડી રહ્યા છે લાખોનો ચૂનો. બનાસકાંઠા જિલ્લામાં ભૂ-માફિયાઓ દ્વારા ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવાયું.
બનાસકાંઠા જિલ્લામાં અને ખનિજ ચોરો રોયલ્ટો ચોરો દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરી અને રોયલ્ટી ચોરી કરવા માટે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી, ગુરપ્રીતસિંહ સરસવાની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવાની હિંમત કરીને બેફામ બન્યા છે. આ ભૂ-માફીયાઓ અને રોયલ્ટી ચોરો દ્વારા આ જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારી ક્યારે ક્યાં જાય છે તેની જાણ થતાં જ તેમને માફીયા ખનિજ અને રોયલ્ટી ચોરો દ્વારા તેમના ગ્રુપનું એક વોટસએપ ગ્રુપ બનાવેલું છે તેમાં તમામને જાણ કરી દેવાતા રાત્રિ દરમિયાન મોટાભાગે કરાતી ખનિજ અને રોયલ્ટી ચોરો સતર્ક બની જાય છે અને અધિકારીની રેડ ખાલી જાય છે.
આવી અનેક તરકીબો આ રોયલ્ટી ચોરો ખનિજ રાત્રિ ચોરો કરાવી રહ્યા છે. રાત્રિ દરમિયાન મોટાપાયે રોયલ્ટી ચોરોના વાહનો બેફામ પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર આબુ હાઈવે પર જોવા મળી રહ્યા છે રેત ચોરો દ્વારા ખુલ્લા ડમ્ફરો રોડ પર બેફામ ચલાવવા આવી રહ્યા છે જયારે કેટલાક ગ્રામીણ વિસ્તારોના નેળીયામાં પણ આ ડમ્પરો બેફામ ચલાવી રહ્યા છે.
ભુસ્તર શાસ્ત્રીની ગાડી ક્યા વિસ્તારમાં ફરે છે તેની જાણ કરવા માટે જીપીએસ સિસ્ટમ ટ્રેકટરના માધ્યમથી આ ચોરોને જાણ થાય છે. ભુસ્તરશાસ્ત્રીના નિવાસ્થાન પાસે આ ચોરો દ્વારા એક વ્યક્તિને બેસાડવામાં આવે છે અને અધિકારી ક્યારેય બહાર નીકળે છે અને ક્યારે ઘરે આવે છે તેની સંપૂર્ણ જાણ વોટસએપ ગ્રુપ દ્વારા રોયલ્ટી ચોરો ખનિજ ચોરોને આ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.
ગતરોજ આ ભુસ્તર શાસ્ત્રીની ગાડીના ચાલક રાજેન્દ્રસિંહ ગાડીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ડીઝલની ટાંકી ઉપર દેખાતા ચાલક રાજેન્દ્રસિંહ તરત જ પોતાના અધિકારી ગુરપ્રીતસિંહને જાણ કરતા તેમણે આ અંગે તાત્કાલિક અસરથી રોયલ્ટી ઈન્સ્પેકટર જીગરકુમાર ઠકકરને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા જીગરકુમાર ઠકકર દ્વારા અજાણ્યા શખસ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ અગાઉ પણ ભુસ્તરશાસ્ત્રી સુભાષભાઈ જોશીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી આ ખનિજ અને રોયલ્ટી ચોરો વોટસએપ ગ્રુપ બનાવીને એકબીજાને માહિતી આપી મોટાપાયે રોયલ્ટી ચોરી કરી રહ્યા છે આ બાબતે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણા ભૂ-માફિયા અને રોયલ્ટી ચોરોના નામો બહાર આવે તેમ છે.