દસક્રોઈના ધારાસભ્યએ મંદિર પરિસરમાં ચાલી રહેલા સફાઈ અભિયાનમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું
પ્રભુ શ્રી રામના આગમનને સ્વચ્છતા અને સ્નેહભેર વધાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર દેશભરમાં મંદિર પરિસરની સફાઈ માટે આરંભાયેલ ‘સ્વચ્છતા અભિયાન’ના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ દ્વારા જેતલપુર ખાતે આવેલા આસ્થાના પ્રતિક એવા સ્વામિનારાયણ મંદિરમાં,
ધોળકા સ્થિત વૈદ્યનાથ મંદિર તેમજ નિકોલ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે સફાઈ અભિયાનમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું.આ અવસરે વિવિધ મંદિરના ટ્રસ્ટીઓ, સાધુ- સંતો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.