TV9 ન્યૂઝ ચેનલના આધુનિક સ્ટુડિયોનું મુખ્યમંત્રીના હસ્તે થયું ઉદ્ધાટન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે TV9 ન્યૂઝ ચેનલની નવનિર્મિત હેડઓફિસની લીધી મુલાકાત-મુખ્યમંત્રીશ્રીએ TV9 ના તંત્રી, પત્રકારો સાથે સાધ્યો સંવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે TV9 ન્યૂઝ ચેનલની નવનિર્મિત હેડઓફિસની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્યમંત્રીશ્રીનું ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે તથા ઇનપુટ હેડ શ્રી વિકાસ ઉપાધ્યાયે પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે TV9 ન્યૂઝ ચેનલના અદ્યતન ટેકનોલોજી સાથેના આધુનિક સ્ટુડિયોનું ઉદ્ધાટન પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર TV9 પરિવારને શુભેચ્છા આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ચેનલના તંત્રી અને પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે TV9 ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે, ઇનપુટ હેડ શ્રી વિકાસ ઉપાધ્યાય તથા ધારાસભ્ય શ્રી અમિતભાઇ શાહ, શ્રી અમિતભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.