Western Times News

Gujarati News

સમગ્ર વિશ્વમાં સૌથી હોશિયાર પક્ષી કયું છે, જાણો છો

નૈસર્ગિક પર્યાવરણમાં પ્રાણીઓએ પોતાનુુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે બુદ્ધિશાળી હોવું આવશ્યક છે. જાેકે અમુક પ્રાણીઓ આશ્ચર્યજનક રીતે આપણે ધારીએ તેના કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. તો ચાલો, આજે આપણે પ્રાણીઓની વિકસિત મંત્રમુગ્ધ કરનારી અને લુચ્ચાઈભરી તરકીબોમાં ડોકિયું કરીશું. The Most Intelligent Birds In The World Kea

સૌથી અતુલનીય બુદ્ધિશાળી ન્યુઝીલેન્ડનો પોપટ કી છે. જે દુનિયામાં સૌથી હોંશિયાર પક્ષી તરીકે ઓળખાય છે. કી ખાદ્ય કયાં મળી શકે તેના પર નિર્ણય લીધા પછી શારીરિક અને સામાજિક માહિતીને જાેડવાની ક્ષમતા ધરાવે છે. આ કુશળતામાં ક્ષમતાઓનો વૈવિધ્યપૂર્ણ સંચય જરૂર હોય છે, જે પક્ષીઓમાં તમે ધારી નહીં શકો.

આ માનવીઓ પત્તા રમતા હોય તેવું છે, જયાં તમે ઉપલબ્ધ પત્તા વિશે વિચારવા સાથે તમારા હરીફ પાસે કયાં પત્તાં હશે તેનો અંદાજ લગાવવા સાથે તેઓ વિચલિત તો નથી કરી રહ્યાને તે જાણવા માટે તેમના ચહેરાના હાવભાવ પણ જુઓ છો તેવું આ પક્ષીઓમાં પણ જાેવા મળે છે.

મીસ્કટ્‌સ- ધ પ્રોફેસર્સો
માનવીઓ સ્કૂલો અને કોલેજમાં શિક્ષણ લે છે. જાેકે પ્રાણીઓની દુનિયામાં શિક્ષકોનું નાનકડું જૂથ છે અને મીરકટ્‌સ હિંસક દુનિયામાં સૌથી ઉત્તમ શિક્ષક છે. મીરકટ્‌સ જાેખમ ઉઠાવવા માટે ઓળખાય છે. આશ્ચર્યની વાત એ છે કે જેનો એક ડંખ પણ માનવીનો જીવ લઈ શકે તે વીંછી મીરકટ્‌સનો મનગમતો આહાર છે.

પુખ્ત મીરકટ્‌સ ચાર સપ્તાહની ઉંમરથી જ તેમના બચ્ચાંને શિકારની કળા શીખવવાનું શરૂ કરે છે અને તેમના પાઠ વિવિધ તબક્કાઓમાં વિભાજિત હોય છે. તેઓ મૂળભૂત બાબતોથી શરૂઆત કરે છે જેમ કે મૃત વીંછીથી તેમને કોઈ હાનિ હોતી નથી. આ પછી ધીમેધીમે દરેક પાઠ સાથે વધુ જાેખમી મુદ્દાઓને પણઆવરી લેવામાં આવે છે. બચ્ચું ડંખરહિત બનાવેલા જીવંત શિકારને હાલ ધરવામાં નિપુણતા મેળવે તે પછી ધીમેધીમે તેઓ જીવંત ડંખવાળા શિકાર તરફ વળે છે.

સુંદર સફેદ પાંખના ચુઘ

સફેદપાંખના ચુઘ સામાજિક પક્ષી છે. જેઓ ર૦ની સંખ્યા સુધી ઉત્કૃષ્ટ ાસમાજિક પરિવારના જૂથમાં રહે છે. નિસર્ગમાં તેઓ સૌથી છે. છેતરામણા કલાકાર છે અને ઓસ્ટ્રેલિયન ઝાડીઓમાં તેમનાં બચ્ચાંને ઉછેરે છે, જે આસાન કામ હોતું નથી. આવી ખૂબી ધરાવતા ચુઘ તેમની જરૂરિયાતમાં મદદરૂપ થઈ શકે એમને પોતાની ટીમમાં જાેડવા સતત તલાશમાં રહે છે.

તેઓ વિંગ વેવ ટેઈલ વેગ નામે નૃત્ય કરીને આવું કરે છે. જે અન્ય પરિવારના જૂથના યુવા પક્ષીઓને તેમની સાથે જાેડાવા માટે આકર્ષિત કરે છે. વિજ્ઞાનીઓ અનુસાર એક ચુઘ બચ્ચાને સફળતાથી પોષવા માટે સાત પુખ્ત ચુઘની મહેનત કામે લાગે છે.
આપણે માનવીઓ પોતાને સૌથી બુદ્ધિશાળી જીવ તરીકે માનીએ છીએ. પરંતુ આપણે જાેયું તેમ ઘણા બધાં બુદ્ધિશાળી જનાવરો પશુઓની દુનિયામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.