આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલું ટ્રાવેલ ડેસ્ટિનેશન વિયેતનામ હતું
નવી દિલ્હી, કોરોના મહામારીએ ૨૧મી સદીના બીજા દશકાની ખરાબ શરૂઆત કરી છે. વર્ષ ૨૦૨૩માં ટ્રાવેલ ક્ષેત્રે રિકવરી જાેવા મળી છે. જાેકે ભારતીયોએ આ વર્ષે ક્યાં જવાનું સપનું જાેયું હતુ કે જાેઈ રહ્યાં છે તે સ્થળોની યાદી પણ ડિસેમ્બરના આ અંતિમ તબક્કામાં બહાર આવી છે.
ઇન્ટરનેટ પરનો હંમેશા મદદરૂપ ટ્રાવેલ એજન્ટ ગણાતા ગૂગલે આ વર્ષે ટ્રાવેલ સર્ચ ડાયરીમાં ટોચના સ્થાને રહેલા ૧૦ સ્થળોના નામ જાહેર કર્યા છે. તો આવો જાણીએ આ ટોપ ટ્રાવેલ ડેસ્ટિનેશન વિશે અને જાે તમે પણ આ ક્રિસમસ કે નવા વર્ષે ટ્રિપ પ્લાન કરી રહ્યાં હોવ તો આ લેખ તમને મદદરૂપ થઈ શકે છે.
તો ચાલો તમારી બેગ પેક કરાવે તેવા ૨૦૨૩ના ટ્રાવેલ હોટસ્પોટ્સ પર નજર કરીએ! ગૂગલે ૨૦૨૩ની સમાપ્તિ પર ભારતીયોએ સર્ચ કરેલા ટોચના પ્રવાસન સ્થળોને દર્શાવતું પોતાનું ‘યર ઈન સર્ચ’ શેર કર્યું છે. તેમાં ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરેલા ટોચના ૧૦ સ્થાનો નીચે મુજબ છે.
આ વર્ષે સૌથી વધુ ચર્ચાયેલું ટ્રાવેલ ડેસ્ટિનેશન હતું વિયેતનામ. જેમાં તમે હાનોઈને એક્સપ્લોર કરી શકો છો. હા લોન્ગ બાયની લાઇમસ્ટોન કાર્સ્ટ રચનાઓ ક્રૂઝ દ્વારા માણી શકો છો. રાઈસ ટેરેસને જાેઇ શકો છો અથવા ફૂ ક્વોક ટાપુના દરિયાકિનારા પર આરામની પળો માણી શકો છો. બાગા અને પાલોલેમ જેવા સોનેરી દરિયાકિનારા પર સૂર્યનો તડકો અજબ તાજગી આપશે.
વાઇબ્રન્ટ નાઇટલાઇફ સીનને માણી શકો છો. પાર્ટી-મોજ મસ્તી કરી શકો છો, પોર્ટુગીઝ વસાહતી હિસ્ટ્રીને જાણી શકો છો અથવા સ્વાદિષ્ટ સીફૂડ કરીનો આનંદ લઈ શકશો. પ્રાચીન મંદિરો અને ચોખા-ડાંગરના અદ્ભૂત પાક, સૂર્યોદયના અવિસ્મરણીય દૃશ્યો માટે બતુર પર્વત પર ચઢવું, વર્લ્ડ-ક્લાસ મોજાઓ એક અલગ જ ફિલિંગ આપી જશે.
તમે અહીંની લક્ઝુરિયસ સ્પા અને બીચ રિસોર્ટમાં આરામ કરી શકો છો. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં મદ-મસ્ત ફરતા હાથીઓને જાેઈ શકો છો, સિગિરિયા રોક ફોર્ટ્રેસ પર ચઢી શકો છો, મિરિસા જેવા અદ્દભુત દરિયાકિનારા પર આરામ ફરમાવી શકો છો અથવા કેન્ડીના ઐતિહાસિક શહેરને એક્સપ્લોર કરી શકો છો.
બેંગકોકમાં વાટ ફો જેવા પ્રતિષ્ઠિત મંદિરોની મુલાકાત લઈ શકો છો. ફી ફી અથવા કોહ લંતાના ટાપુની મજા માણી શકો છો. ચિયાંગ માઇના જંગલોમાં ટ્રેકિંગ કરો અને સ્ટ્રીટ ફૂડની મજાનો અનુભવ લઈ શકો છો. દુનિયાની જન્નતની મજા જ અલગ છે. તમારી નરી આંખે હિમાલયની આકર્ષક સુંદરતાનો અનુભવ કરી શકો છો.
દાલ સરોવર પર બોટિંગ કરી શકો છો. અમરનાથ જેવા ગ્લેસિયર્સની યાત્રા કરી શકો છો અથવા નિશાત બાગ જેવા મુઘલ બગીચાઓની મુલાકાત લઈ શકો છો. કોફીના બગીચા અને લીલાછમ જંગલોનો નજારો જ અદ્ભુત રહેશે. હાથી અને વાઘ જેવાં વન્યજીવોને લાઈવ માણો, બારાપોલ નદીમાં રિવર રાફ્ટિંગ પર જાઓ અથવા એબ્બી ફોલસ જેવા ધોધની મુલાકાત લો.
દરિયાઈ જીવનથી ભરપૂર પરવાળાના ખડકોમાં ડાઇવ કરવાનું હોય કે રાધાનગર જેવા દરિયાકિનારા પર રીલેક્સ થવાની મજા જ કંઈક ઓર છે. આદિવાસી ગામડાંઓ એક્સપ્લોર કરી શકો છો અથવા મેન્ગ્રોવના જંગલોમાં ફરી શકો છો. રોમ અને ફ્લોરેન્સમાં કલા અને આર્કિટેક્ચરના અદ્ભુત નજારા, એક અજાયબી સમાન વેનિસની કેનાલ, અમાલ્ફી કોસ્ટમાં હાઈવ કરો અથવા નેપલ્સમાં પિઝા બનાવતા શીખી શકો છો.
અદ્ભૂત આલ્પાઇન સિનરી હાઇક કરો અથવા બાઇક ડ્રાઈવિંગની મોજ માણી શકો છો. ઝેરમેટ જેવા વિશ્વ-વિખ્યાત રિસોર્ટમાં સ્કાય કરી શકો છો. બર્નિના એક્સપ્રેસ રમણીય ટ્રેનની સવારી કરો અથવા લૌટરબ્રુનેન જેવા આકર્ષક ગામોની મુલાકાત લો. SS1SS