બરવાળા તાલુકામાં આવેલો છે ગુજરાતનો સૌથી અનોખો રોડ
બોટાદ, તંત્રની ઉદાસિનતા અને અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથે મિલિભગતને કારણે લોકોને હેરાનગતિ થઈ જાય છે. બોટાદ જિલ્લામાં પણ કંઈક આવું જ થયું છે. જ્યાં ચાર ગામને જોડતો એક માત્ર રોડ અનેક રજૂઆતો બાદ મંજૂર થયો. રોડની કામગીરી પણ શરૂ થઈ.
મેન્ટલ રોડ પર પાથરી દેવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર કામ બંધ કરી દેવામાં આવતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મેન્ટલને કારણે વાહનો ખખડી રહ્યા છે. ધૂળની ડમરીઓને કારણે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
આ છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલો ગુજરાતનો સૌથી અનોખો રોડ…આ એવો રોડ છે જેના પરથી વાહન નીકળે તો તે ખોટકાવાનું નક્કી જ છે. વાહન ચાલકને મેન્ટલ વાગવાનો અને ધૂળ શરીરમાં જવાથી તબિયત બગડવાનો સતત ભય રહે છે.
પરંતુ આ રોડનું કામ શરૂ કરવામાં સરકારી બાબુઓને જરા પણ રસ નથી. બરવાળા તાલુકાના કાપડીયાળી, ઢાઢોદર, વાઢેળા, માલપરા અને ડાત્રેટિયા ગામના લોકોને તાલુકા મથકે આવવા માટે આ એકમાત્ર રોડ છે. પરંતુ મેન્ટલ પાથરી દીધા બાદ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો છે. તેનું કદાચ સરકારી અધિકારીઓ સાથે મોટું સેટિંગ છે તેના જ કારણે તે રોડનું કામ ચાલું કર્યા બાદ બંધ કરીને ફરાર થઈ ગયો છે.
પહેચા બરવાળા તાલુકાના ચાર ગામના લોકો માટે સાવ ભંગાર રોડ હતો. પરંતુ ગામની અનેક રજૂઆતો બાદ પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ૪ કરોડ ૪૨ લાખ રૂપિયાના ખર્ચથી ૯ કિલોમીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો.
કોન્ટ્રાક્ટરે કામ શરૂ કર્યું. જૂનો રોડ હતો તેને તોડીને તેના પર મેન્ટલ પાથર્યા. પરંતુ દોઢ માસ પછી અચાનક કામ બંધ કરી દીધું. આ અધુરા કામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ જે મેન્ટલનો રોડ લોકો માટે જોખમી બની ગયો છે. પહેલા બરવાળા પહોંચતા મિનિટોનો સમય લાગતો હતો તે હાલ કલાકોમાં બદલાઈ ગયો છે…તો કામ ચાલુ થયા બાદ બંધ કરી દેવામાં આવતા આ મામલે ધારાસભ્ય, ડ્ઢર્ડ્ઢં, મામલતદાર સહિત તમામ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે.
પરંતુ તંત્રને રોડનું કામ કરવામાં જાણે રસ જ નથી. વહીવટી તંત્ર કામ તો હાથમાં લે છે પરંતુ તેને સમયસર પૂર્ણ કરતું નથી તેવા અનેક ઉદાહરણ તમને ગુજરાતમાં જોવા મળી જાય છે. નવા કામની તો અધિકારી પાસે આશા ન રાખી શકાય. પરંતુ જે કામ હાથમાં લીધું છે તેને પૂર્ણ કરે તોય બહૂ છે. આશા રાખીએ કે રોડનું જે કામ અધુરુ છોડ્યું છે તેને તંત્ર વહેલી તકે પૂર્ણ કરશે.SS1MS