વિદેશ જવાની મહેચ્છાને કારણે માતા-પુત્ર એક વર્ષ પાકિસ્તાનની જેલમાં રહ્યા
કેનેડા જવાની લ્હાયમાં માનવ તસ્કરીનો ભોગ બનેલી એક ભારતીય વિધવા અને તેનો પુત્ર પાકિસ્તાનની જેલમાં ધકેલાયા બાદ એક વર્ષે ભારત પાછા આવ્યા
(એજન્સી)નવીદિલ્હી, કેનેડા જવાની લ્હાયમાં માનવ તસ્કરીનો ભોગ બનેલી એક ભારતીય વિધવા અને તેનો પુત્ર એક વર્ષની યયાતનામય સફરનો અંતે છેવટે ભારત પરત ફરવામાં સફળ રહયાં હતાં.
વિદેશ લઈ જતાં ટ્રાવેલ એજન્ટોની છેતરપિડીનો ભોગ બનેલી આસામથી વાહીદા બેગમ તથા તેના સગીર પુત્ર ફૈઝ ખાનને પાકિસ્તાનના સૈન્યએ ગુરુવારે બીએસએફનો સોપ્યાં હતાં.. બંને જણાને પાકિસ્તાનમાં ગેરકાયયદેસર રીતે ઘુસણખોરી કરવા બદલ એક વર્ષ સુધી જેલમાં ધકેલવામાં આવ્યા હતાં.
પાકિસ્તાનના સરકારી અધિકારીના જણાવ્યાં અનુસાર આસામના નાગાંવ જીલ્લાની વતનીફ વાહીદા બેગમ અને તેના પુત્રની ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી ઘુસણખોરી કરી પાકિસ્તાનમાં પ્રવેશવા બદલ ધરપકડ કરાઈ હતી.
વાહીદાએ પાકિસ્તાની સત્તાવાળાઓને પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, ર૦રરમાં મારા પતીના અવસાન બાદ મે મારા પુત્ર સાથે કેનેડા જઈ વસવાનું નકકી કર્યુું હતું. આ માટે મે મારી તમામ સંપત્તિ વેચી એજન્ટોને મોટી રકમની ચુકવણી કરી હતી. ત્યારબાદ તે એજન્ટ સાથે દુબઈ અને ત્યાંથી અફઘાનિસ્તાન પહોચી હતી. એજન્ટે અમને બંનેને અફઘાનિસ્તાનને કેનેડા પહોચાડયાનું વચન આપ્યું હતું.
જોકે અફઘાનિસ્તાનમાં પહોચ્યા બાદ તે મારા તમામ રૂપિયયા અને પાસપોર્ટ પડાવી લઈ ત્યાંથી નાસી છુટયો હતો. એજન્ટે કરેલાં વિશ્વાસઘાત બાદ ભારત પરત આવવા માટે તેઓ ગેરકાયદે રીતે ચમન સરહદથી પાકિસ્તાનમાં ઘુસ્યાં હતાં. જયાં પાકિસ્તાનની સત્તાવાળાઓને તેમની ધરપકડ કરી હતી. પાછળથી અમને દુતાવાસનો સંપર્ક કરવાની મંજુરી અપાઈ હતી
તેમ જણાવતાં તેણે ઉમેયું હતું કે, મારા પાકિસ્તાનની વકીલે ભારતમાં રહેતી મારી માતાને મારીસ્થિતીની જાણ કરી હતી. મારા પરીવારે ભારત અને પાકિસ્તાનના દુતાવાસનો સંપર્ક કરી અમને પરત ભારત મોકલવા કાર્યવાહી કરવા અપીલ કરી હતી. જેને પગલે છેવટે બુધવારે હું અને મારો પુત્ર હેમખેમ ભારત પરત ફરી શકયા હતા.