માં-દીકરાની જોડી સોશિયલ મીડિયામાં મચાવી રહી છે ધૂમ
રાજકોટ, આજકાલ સોશિયલ મીડિયામાં પર રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કોઈ ખાવા પીવાની રિલ્સ બનાવે તો કોઈ હરવા ફરવાની બનાવે. કોઈ ડાન્સની રિલ્સ બનાવે તો કોઈ ગીતની રીલ્સ બનાવે.
અત્યારે સૌથી વધુ ટેન્ડ્ર ખાવા પીવાની રિલ્સ અને ડાન્સની રીલ્સનો ચાલી રહ્યો છે. ત્યારે રીલ્સ બનાવવાના ટ્રેન્ડમાં રાજકોટીયન્સ પણ પાછળ રહ્યાં નથી. રાજકોટમાં એક માં-દીકરાની જાેડી ડાન્સની રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યાં છે.આ માતા-દીકરો ડાન્સની સિટિંગ કોરિયોગ્રાફી વાળી રીલ્સ બનાવીને ટ્રેન્ડ કરી રહ્યાં છે.
રીલ્સ બનાવનાર આદિત્ય હરસોરાએ કહ્યું કે મે મારા મમ્મી સાથે ઘણી બધી રીલ્સ બનાવી છે.અમે મમ્મી દિકરો બનીને નહી પણ ફ્રેન્ડ બનીને રહીએ છીએ. ક્યારેક ક્યારેક ઝઘડા થાય પણ મજા આવે. અત્યારે અમે બધી સિટિંગ કોરિયોગ્રાફી વાળી રિલ્સ બનાવીએ છીએ. જે વાઈરલ થાય છે. પહેલા અમે સ્ટેડિંગ કોરિયોગ્રાફી કરતા હતા. આદિત્યએ કહ્યું કે મમ્મી સાથે રીલ્સ બનાવવી કંઈ અઘરૂ નથી.પણ લોકોને મમ્મી સાથે કદાચ રીલ્સ બનાવવામાં શરમ આવતી હશે. પણ એવુ કંઈ હોય નહીં.આદિત્યએ કહ્યું કે સિટિંગ કોરિયોગ્રાફીના ફેક્ટર્સ મે મમ્મી પાસેથી જ શીખ્યા છે .હવે હું અને મમ્મી સાથે કોરિયોગ્રાફી કરીએ છીએ.
જ્યારે લાઈવ ડાન્સ કરવાનો હોય ત્યારે થોડોક સંકોચ થાય પછી વાંધો ન આવે. આદિત્યના મમ્મી મિત્તલ હરસોરાએ એ કહ્યું કે તમે જે રીલ્સ બનાવી રહ્યાં છો. એ તમારી મેમરી બને છે. એટલે મને તો ખુબ જ ખુશી થાય છે. કારણ કે એક ઉંમર આવશે ત્યારે આ વીડિયો જાેઈશુ. તો એવું લાગશે કે લે આપણે આવુ પણ કરતા હતા.
મિત્તલ બેને કહ્યું તે તેઓ નાના હતા ત્યારથી તેને ડાન્સ કરવાનો શોખ હતો.સ્કુલ લાઈફમાં પણ તેઓ ડાન્સ કરતા હતા.પણ તેને પ્રોપર રીતે અને પ્રોફેશનલ ડાન્સ કરવાનું ૩૦ વર્ષની ઉંમર પછી ચાલુ કર્યું.જે બાદ હવે મા દિકરો ગુજરાતી રિલ્સ બનાવીને ધુમ મચાવી રહ્યાં છે.
એક ગુજરાતી તરીકે માતા અને દિકરાની ડાન્સની જાેડી પહેલાવાર લોકોની સામે આવી છે. ત્યારે ગુજરાતના લોકો પણ આમા-દીકરાને ખુબ જ સપોર્ટ કરી રહ્યાં છે. તેઓએ રાજકોટ ઉપર જે રીલ્સ બનાવી છે. તે રીલ્સ પર લોકો તરફ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘણા લોકો તો આ માતા દિકરાની જાેડીને ભાઈ બહેનની જાેડી કહે છે. જે મિત્તલ બેન માટે ખુબ જ ગર્વની વાત છે.SS1MS