માતા આપી રહી હતી પરિક્ષા, મહિલા કોન્સ્ટેબલે 3 કલાક બાળકને સાચવ્યું
ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેને માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાં આવેલ છે.
રવિવારે ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. માતા આપી રહી હતી પરીક્ષા, મહિલા કોન્સ્ટેબલે ત્રણ કલાક સુધી 6 મહિનાના બાળકની સંભાળ લીધી હતી. એક મહિલા તેના 6 મહિનાના પુત્ર સાથે દોડતી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી, થોડીવાર પછી પરીક્ષા શરૂ થવાની હતી.
નજીકની મહિલા કોન્સ્ટેબલ દયા બેનને ગુપ્ત રીતે એક માતાની સમસ્યા સમજાઈ, તેમણે નજીક જઈને કહ્યું, તમે પરીક્ષા આપો, હું બાળકનું ધ્યાન રાખીશ. ત્રણ કલાક ચોકીદારીની સાથે બાળકની પણ સંભાળ લીધી હતી.