ભારત અને સ્પેન વચ્ચે તકનીકી સહયોગ વિકસાવવા સમજૂતી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ખગોળશાસ્ત્ર ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ વિકસાવવા બેંગલુરૂની ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એસ્ટ્રોફીઝીક્સ (IIA) અને ઇન્સ્ટીટ્યુટો ડી એસ્ટ્રોફીસીકા ડી કાનરિયાસ (IAC) અને ગ્રાનટીકાન, એસ.એ. (જીટીસી), સ્પેનની વચ્ચે સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
આ એમઓયુ હેઠળ હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓ (i) નવા વૈજ્ઞાનિક પરિણામો તરફ દોરી જશે; (ii) નવી તકનીકીઓ; (iii) વૈજ્ઞાનિક ક્રિયાપ્રતિક્રિયા અને તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણ; (iv) સંયુક્ત વૈજ્ઞાનિકક પ્રોજેક્ટ વગેરે.
એમઓયુ અંતર્ગત સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ, તાલીમ કાર્યક્રમો, પરિષદો, પરિસંવાદો વગેરે બધા લાયકાત ધરાવતા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને તકનીકી વૈજ્ઞાનિકો માટે ખુલ્લા રહેશે અને વૈજ્ઞાનિક યોગ્યતા અને અનુભવના આધારે સંપૂર્ણ ટેકો આપવામાં આવશે. વિભાજિત ટેલિસ્કોપ તકનીકોનો વિકાસ તેમજ રોબોટિક ટેલિસ્કોપ્સ અને અન્ય ભાવિ સંભવિત વિશિષ્ટ સહયોગનો વિકાસ થશે.