મ્યુનિસિપલ કોર્પોરેશન કચરામાંથી કોલસો ઉત્પન્ન કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ધોરણે નાગરિકોના ઘરે ઘરેથી અંદાજે ૪પ૦૦ મેટ્રીક ટન ભીનો અને સુકો કચરો એકત્રિત કરવામાં આવે છે આ કચરો પીરાણા ડમ્પ સાઈટ ખાતે ખાલી કરવામાં આવે છે. પીરાણા ડમ્પ સાઈટ ખાતે કચરાનો ડુંગર થઈ જતાં તંત્ર દ્વારા બાયોમાયનીંગ શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે ઘણો લાભ થયો છે
આ ઉપરાંત એકત્રિત કરવામાં આવેલ કચરાને પ્રોસેસ કરી તેમાંથી ગેસ, ખાતર, વીજળી વગેરે ઉત્પન્ન કરવા માટે પણ અલગ અલગ સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં તંત્ર દ્વારા કચરામાંથી કોલસો ઉત્પન્ન કરવા માટે આયોજન થઈ રહયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૦૦ ટન મ્યુનિસિપલ ઘન કચરમાંથી કોલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે ટરેફેકશન ટેકનોલોજીની મદદ થી મ્યુનિસિપલ ઘન કચરામાંથી બનાવી શકાશે. જે માટે અમ્યુકો દ્વારા ૩ એકર જગ્યા એજન્સીએ આપવામાં આવશે. દૈનિક ધોરણે ૩૦૦ ટન મ્યુનિસિપલ ઘન કચરમાંથી ૭૫ ટન કોલ બનાવવામાં આવશે
જેનો ઉપયોગ પાવર પ્લાન્ટ, બોઈલર વિગેરેમાં કેઙ્મ તરીકે કરવામાં આવશે. સદર પ્રોજેક્ટ ઝીરો વેસ્ટ પ્રોજેક્ટ તરીકે વિકસિત કરવામાં આવશે. સદર પ્રોજેક્ટ માટે એજન્સી દ્વારા ૮૦ કરોડનું રોકાણ કરવામાં આવશે જે માટે ૫૦% કેપિટલ કોસ્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. એજન્સી દ્વારા વેચાણ કરવામાં આવેલ પ્રોડક્ટ ના આધારે માસિક/ વાર્ષિક ધોરણે અમ્યુકોને રોયલ્ટી પેટે નાણાં ચૂકવવામાં આવશે.