મ્યુનિસિપલ કોર્પોરેશન 17 નંગ હાઇડ્રોલિક ટ્રીમિંગ વાહન ખરીદ કરશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દનીના જણાવ્યા મુજબ બગીચા ખાતા દ્વારા શહેરમાં આવેલ જુદા-જુદા જાહેર રસ્તાઓ પર મોટા થઇ ગયેલ ઝાડનાં ડાળા ટ્રીમીંગ કરવા માટે ટ્રેક્ટર – ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ વધુ ઉંચાઈ વાળા ડાળા ટ્રીમીંગ કરવા માટે મેન્યુઅલી વૃક્ષ ઉપર ચઢવુ ન પડે તે સારૂ વધુ ઉંચાઈ ધરાવતા હાઇડ્રોલીક વાહનો જરૂરી બને છે છેલ્લા કેટલાંક વર્ષોનાં અ.મ્યુ.કો ગાર્ડન વિભાગ દ્વારા ગ્રીન કવરેજ વધારવાં દર વર્ષે મોટી માત્રામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.
સમયાંતરે આ વૃક્ષો મોટા થતા તેનો ઘેરાવો વધવા પામે છે તથા અમુક સમયે જાહેર રસ્તાઓ ઉપર ઇન્સ્ટોલ કરાયેલ સ્ટ્રીટ લાઈટ વિગેરેને નડતરરૂપ બને છે તથા ભારે વરસાદ, પવન, વાવાઝોડા સમયે વૃક્ષો પડી જવાનાં પણ બનાવ બને છે.
આમ, સમયાંતરે આવા મોટા થઈ ગયેલ ઝાડનાં ડાળા ટ્રીમીંગ કરવાની જરૂરીયાત રહે છે. જે માટે તાજેત્તરમાં ગાર્ડન વિભાગની જરૂરીયાત અન્વયે મુખ્ય જાહેર રસ્તાઓ પરનાં વધુ ઉચાઇ ધરાવતા વૃક્ષો તથા અંદરનાં નાના રસ્તાઓ પરનાં આવા વૃક્ષોની નમી ગયેલ, વધી ગયેલ ડાળીઓ વિગેરેનાં ઝડપથી અને યોગ્ય રીતે સાથે સાથે કર્મચારીને કામગીરીમાં સરળતા અને સુરક્ષા મળી રહે ઉપરાંત કામગીરી ઝડપથી અને વધુ અસરકારક મળી રહે તે મુજબની હાઇડ્રોલીક લીફટીંગ સુવિધા અને બકેટ ધરાવતા હાઈડ્રોલીક ટ્રીમીંગ વાહનો નંગ ૧૭ કુલ અંદાજી રૂા. ૩૬૫ લાખ તથા અન્યનાં ખર્ચથી ખરીદ કરી ઉપયોગમાં મુકવામાં આવનાર છે. આ વાહનોથી લાઇટને નડતરરૂપ ઝાડના ડાળાઓ પણ સરળતાથી ટ્રીમીંગ કરી શકાય છે.