હત્યા અને આત્મહત્યા વચ્ચે ગૂંચવાયું મોતનું રહસ્ય
હરિયાણા, હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક મહિલા અને તેના પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. પાડોશીઓ પાસેથી માહિતી મળ્યા બાદ રવિવારે પોલીસ ત્યાં પહોંચી અને ૪૫ વર્ષીય મહિલા અને તેના પુત્રની લાશ તેમના ઘરમાં મળી.
પોલીસે જણાવ્યું કે મહિલાની ઓળખ મીના તરીકે થઈ છે અને તેના ૨૪ વર્ષના પુત્રનો મૃતદેહ જમીન પર મળી આવ્યો છે.ઘટના સ્થળે પહોંચેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે પીડિતો સિવાય ઘરમાં કોઈ નહોતું. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
માહિતી મળતાની સાથે જ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીસીપી) અભિલક્ષ જોશી, યમુનાનગર પોલીસ સ્ટેશનના પ્રભારી જગદીશ ચંદ્ર પોલીસ દળ અને ફોરેન્સિક ટીમો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે મહિલા બેડ પર મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે તેના પુત્ર રાહુલનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ પડોશમાં લગાવેલા સીસીટીવી કેમેરામાંથી પણ કડીઓ એકઠી કરી રહી છે. સાથે જ પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હત્યા છે કે આત્મહત્યા.
હાલ પોલીસ મોતનો જટિલ ભેદ ઉકેલવામાં વ્યસ્ત છે.તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક ૭૫ વર્ષીય વ્યક્તિનો મૃતદેહ તેના જ ઘરના આંગણામાં ત્રણ દિવસ સુધી સડતો રહ્યો. દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દિવાલ પર ચઢીને ઘરમાં પ્રવેશી તો જોયું કે ગરમીના કારણે શરીર સંપૂર્ણપણે સડી ગયું હતું. જે બાદ પોલીસે વૃદ્ધાના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.SS1MS