નબીરાઓ રીલ બનાવવાના ચક્કરમાં ગાડી લઇ ડેમમાં ઘૂસી ગયા
રાજકોટ, ઇન્સ્ટા માટે રીલ બનાવવાના ચક્કરમાં યુવાનો જાેખમ ખેડતા હોઈ તે પ્રકારના વિડીયો અવાર નવાર વાયરલ થતા રહે છે. વાયરલ વિડીયો મામલે સંજ્ઞાન લીધા બાદ પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરતી હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક નબીરાઓ ન્યારી ડેમ પાસે પોતાની લાખેણી કાર સાથે દેખાઈ છે.
જ્યારે કે નબીરાઓ થાર કારમાં દરવાજાની બહાર ઊભા રહી કાર ડેમના પાણીમાંથી પસાર કરતા નજરે પડે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડીયોમાં પ્રથમ ભાગમાં વિડીયો બનાવવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
જ્યારે કે બીજા ભાગમાં ઇન્સ્ટા આઇડીમાં થાર કાર સહિતની અન્ય કાર સાથે લોકો ડેમની નજીકના ભાગે ઉભા હોઈ તે પ્રકારનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. તે વિડીયોમાં અન્ય બે થી ત્રણ લોકોના ઇન્સ્ટા આઇડી અને તેમાં અપલોડ કરવામાં આવેલ વિડીયોની પણ જલક જાેઈ શકાય છે. જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. તે પણ ખૂબ શંકાસ્પદ છે.
સામાન્ય રીતે આ પ્રકારની રીલ ઇન્સ્ટા માટે બનાવવામાં આવતી હોય ત્યારે રો મટીરીયલ ફૂટેજ અને અપલોડ કરવામાં આવેલ ફૂટેજ અલગ અથવા તો સયુંકતમાં ઇફેક્ટ સાથે રાખવામાં આવતું હોય છે.
પરંતુ જે પ્રમાણે ૪૨ સેકન્ડનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પ્રથમ SATU_RANA_77 ત્યાર બાદ AahishTanna અને Miraj_akbari1 નામના આઇડી ના વિડીયો સાથે જાેઈ દેવામાં આવ્યા છે. SATU_RANA_77 અને AahishTannaની થાર કાર અને લોકેશન પ્રાથમિક દ્રષ્ટિએ એક જ જગ્યાના હોવાનું લાગે છે. જ્યારે કે Miraj_akbari1નો જે વિડીયો જાેડવામાં આવ્યો છે.
તેને મૂળ ઘટના સાથે કોઈ લેવા દેવા હોઈ તેવું લાગતું નથી. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે, આ પ્રકારે ત્રણ લોકોના અલગ આઇડી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી કોને ફાયદો છે?SS1MS