ગાડીમાં બેઠેલા નાગાબાવાઓ યુવકને સરનામું પૂછવાના બહાને નજીક બોલાવ્યો અને..
નાગાબાવાની ગેંગ સક્રિય: ખેડૂતને આશીર્વાદ આપવાના બહાને બોલાવી ચેન તોડી ફરાર
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના ડેભારી ગામના શિક્ષક બે માસ અગાઉ ગંધારી ગામ પાસે શિક્ષકને આશીર્વાદ આપવાના બહાને નજીક બોલાવી કારમાં નાગાબાવાના સ્વાંગમાં બેઠેલો ગઠિયો સોનાની ચેઇન તોડીને કાર લઇને ભાગી ગયો હતો તો બીજી તરફ વરધરા ગામના ખેડૂતને “શિવજીકા મંદિર કહાં હૈ “કહીં કાર પાસે બોલાવી ચેઈન વીંટી તોડી કાર લઈને ભાગી ગયો હતો
જે અંગે બંને વ્યક્તિઓ દ્રારા વિરપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરીયાદ નોધાઈ છે ત્યારે મળતી વિગતો અનુસાર છેલ્લા કેટલાક માસથી વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નાગાબાવાના સ્વાંગમાં આવતી ઠગ ટોળકી ફરીથી આજે સક્રિય થઇ છે વિરપુરના વરધરા ગામના ખેડૂત રમણભાઈ નાથાભાઈ પટેલ વિરપુરથી દુધ લઈ પરત વરધરા ગામે આવી રહ્યા હતા
તે દરમ્યાન બાલાસિનોર બાજુથી વાહનો આવતા હોઈ ચાલુ બાઈક ઊભા રહ્યા હતા તે સમય વિરપુર બાજુથી સફેદ કલરની ફોરર્વ્હિલ ગાડી આવી જેના કાચ ઉપર બ્લેક ફિલમ લગાવેલ હતી જેનો કાચ ખોલી કારમાં ડ્રાઇવર સીટ પર ૩૦ વર્ષનો યુવક બેઠો હતો.
બાજુની સીટ પર એક ઠગ નાગાબાવાના સ્વાંગમાં હથીયાર લઈ બેઠો હતો નાગાબાવાએ ખેડુત ને પૂછ્યું હતું કે ઇધર શિવજીકા મંદિર હૈ ના પ્રશ્ન કર્યા હતા સામે ખેડૂતએ જવાબ આપતા સંભળાતું નથી નજીક આવવા જણાવ્યું
જેથી અજાણ્યા માણસ ની મદદ કરવા ની ભાવના સાથે તેઓ ગાડી ની નજીક ગયા અને કાચ ની અંદર જોતા ધારદાર મોટું એક ઘાતક હથિયાર સાથે એક નગ્ન અવસ્થાનો વ્યક્તિ ને જોતાજ ખેડુત ગભરાઈ ગયા હતા અને ભાન ભૂલ્યા હતા અને તેમના ગળામાં પહેરેલ સોનાની ચેઇન અને હાથ ની આંગળી મા રહેલ વીંટી કાઢી લીધી હતી.