માઉન્ટ આબુ નામ અંગ્રેજોએ આપ્યું હતુંઃ બદલીને ‘આબુ રાજ’ કરવાની માંગ
હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ ‘આબુ રાજ’ કરવાની દરખાસ્ત-માઉન્ટ આબુને ભગવાન શિવનું જન્મસ્થળ અર્ધ કાશી માનવામાં આવે છે.
(એજન્સી)આબુ, રાજસ્થાનના એકમાત્ર અને પ્રસિદ્ધ હીલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ આગામી દિવસોમાં બદલાઈ શકે છે. માઉન્ટ આબુનું નામ ‘ આબુ રાજ’ હોઈ શકે છ. જે પહેલા પણ હતું. આબુ રાજ બદલવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી. માઉન્ટ આબુને ૩૩ કરોડ દેવી-દેવતાઓની ભુમી માનવામાં આવે છે.
સ્ક્રંદ પુરાણના અબુદ વિભાગમાં પણ તેનો ઉલ્લેખ છે. માઉન્ટ આબુ નગરપાલિકાની બેઠકમાં માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુરાજ’ કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. ૩૩ કરોડ દેવી-દેવતાઓના શહેર તરીકે ઓળખાતા માઉન્ટ આબુનું નામ બદલવાની દરખાસ્ત પાલીકાના વિપક્ષી નેતા સુનીલ આચાર્યએ મુકતાં બોર્ડે ધ્વની મતથી દરખાસ્ત પસાર કરી હતી સાથે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
કે માઉન્ટ આબુનું નામ ધાર્મિક રીતે બદલવું જોઈએ. લાંબા સમયથી અહીંના રહેવાસીઓ માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ કરી રહયા છે. જે અંગ્રેજોએ આપ્યું હતું. પરંતુ અહીના રહેવાસીઓને તેનું નામ આબુરાજ રાખવાનું કહે છે. કારણ કે આબુ રાજ નામમાં જ ૩૩ કરોડ દેવી-દેવતાઓની ઝલક અનુભવે છે. માઉન્ટ એ અંગ્રેજી શબ્દ છે. જે અંગ્રેજોએ આપ્યો હતો. અહીના અગ્રેજોનું માનવું છે. કે ‘આબુ રાજ’ નામ એકદમ અને પ્રાચીન છે. અને બંને તેટલું જલ્દી બદલવું જોઈએ.
માઉન્ટ આબુને ભગવાન શિવનું જન્મસ્થળ અર્ધ કાશી માનવામાં આવે છે. માઉન્ટ આબુ રામનું બીજું શહેર છે. જયાં ભગવાન રામ તેમના ભાઈઓ સાથે શિક્ષણ મેળવ્યું હતુ. તેઓ વશિષ્ઠ આશ્રમમાં ભણ્યા હતા. એટલું જ નહી ભગવાન કૃષ્ણ દ્વારકા ગયા હતા તે દરમ્યાયન અહી વિશ્રામ પણ કર્યો હતો. પણ માઉન્ટ આબુનું નામ બદલીને આબુ રાજ કરવાની માંગ કરી રહયા છે. માઉન્ટ આબુનો ઉલ્લેખ આપણા સૌથી મોટા પુરાણ સ્ક્રંદ પુરાણમાં છે. જેમાં માઉન્ટ આબુ પર એક અલગ વિભાગ છે જે અર્બુદ વિભાગ છે.