હરણી બોટકાંડના મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાંથી ગાયબ
વડોદરા, વડોદરાના બોટકાંડે મોરબીકાંડે યાદ અપાવી દીધું. આવી જ રીતે લોકો રજા મનાવવા કેબલ બ્રિજ પર ગયા હતા, અને અનઘડ મેનેજમેન્ટને કારણે અનેક લોકોનો જીવ ગયો હતો. પિકનિક પર ગયેલા માસુમોને ખબર ન હતી કે તેમને પાણીમાં મોત મળશે. આ દુર્ધટનામાં પણ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકની મોટી બેદરકારી સામે આવી છે.
પહેલા તો બોટકાંડનું મોટુ માટું પરેશ શાહનું નામ ફરિયાદમાંથી ગાયબ છે. સાથે જ કોન્ટ્રાક્ટ બાદ એક પણ બોટનું તંત્રએ ઈન્સપેક્શન નહોતું કર્યું. વડોદરા બોટકાંડમાં મોટું માથું પરેશ શાહને પોલીસે આરોપી નથી બનાવતા અનેક સવાલ ઉભા થયા છે. પોલીસ પરેશ શાહને કોનાં ઇશારે બચાવી રહી છે. કુલ ૧૮ લોકો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે, જેમાં પરેશ શાહનું નામ જ ગાયબ છે. હરણી લેકની દુર્ભાગી બોટ પરેશ શાહની માલિકીની છે.
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જણાવાયું. જેમાં વિગતવાર તપાસ અહેવાલ ૧૦ દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. એક તરફ લોકો ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ફાંસીએ લટકાવવાની માંગ કરી રહ્યાં છે. સાથે જ દોષિત શિક્ષકો, આચાર્ય અને સ્કૂલ સંચાલકોને પણ ફાંસીની સજાની માંગ ઉઠી છે. છતાં પરેશ શાહનું નામ ફરિયાદમાંથી ગાયબ છે.
મળેલી જાણકારી પ્રમાણે કોટિયા પ્રોજેક્ટસ દ્વારા પીપીપી ધોરણે ૧૦૦ ટકા ઇજારદારના ખર્ચે બોટિંગનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર પરેશ શાહે નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નીલેશ શાહે અન્ય કોઈને આપ્યો હતો. તો નિલેશ શાહે પણ અન્ય કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં નિર્દોષ માસૂમ બાળકોનાં માતાપિતા રડી રડીને ન્યાય માગી રહ્યાં છે. પરંતુ તંત્ર માત્ર તપાસની વાતો કરી રહ્યું છે.
વડોદરાની પોલીસની ૯ ટીમો આરોપીઓને શોધી રહી છે. આ બોટકાંડમાં વડોદરા મહાનગર પાલિકાના જવાબદાર અધિકારીઓની પણ મિલીભગત ખુલ્લી પડી છે. તેમણે એક પણ બોટનું ઈન્સ્પેક્શન કર્યું નહોતું તેવો ખુલાસો થયો છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતાં ૧૩૫ લોકોનાં મોત થયાં હતાં અને હવે ફરીથી ૧૪થી ૧૫ લોકોને મોત ભરખી ગયું છે. પરંતુ ભ્રષ્ટ અને નઘરોળ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. આવી જ બેદરકારીથી પાલનપુરમાં બ્રિજ ધરાશાયી થતાં ૨નાં મોત થયાં હતાં.
સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં ૨૨ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. અમદાવાદના કાંકરિયા લેકમાં રાઈડ તૂટી પડતાં ૨ લોકોનાં મોત થયાં હતાં. પરંતુ કેમ જાણે રાજ્ય સરકાર દાખલારૂપ કાર્યવાહી કરવાથી દૂર ભાગતી રહી છે જેના કારણે એક બાદ એક બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહે છે અને જનતા બિચારી મોતને ભેટતી રહે છે.
વડોદરા બોટકાંડમાં મોટું માથું પરેશ શાહને પોલીસે આરોપી નથી બનાવતા અનેક સવાલ ઉભા થયા છે. પોલીસ પરેશ શાહને કોણાં ઇશારે બચાવી રહી છે. હરણી બોટ દુર્ઘટના મામલે ૧૮ સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજીનો ગુનો હરણી પોલીસ મથકે દાખલ થયો છે.
ઇ.પી.કો.કલમ ૩૦૪,૩૦૮,૩૩૭,૩૩૮, ૧૧૪ મુજબ ગુનો દાખલ થયો છે. કુલ ૧૨ બાળકો, બે શિક્ષિકાઓના મોત નિપજ્યા છે. બોટમાં વધુ સંખ્યામાં બાળકો તથા શિક્ષિકાઓને બોટીંગ રાઇડમાં જોખમી રીતે બેસાડ્યા હતા. સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયા, રીંગ, દોરડા તેમજ જરૂરી સુચના જાહેરાત બોર્ડ નહી લગાડી બેદરકારી દાખવી હોવાનો આરોપ કરાયો છે.
કોના વિરુદ્ધ ગુનો દાખલ?
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
(૧)બીનીત કોટીયા ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(ર) હિતેષ કોટીયા ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(૩) ગોપાલદાસ શાહ ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા
(૪)વત્સલ શાહ ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર
(૫) દિપેન શાહ ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૬)ધર્મીલ શાહ ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૭)રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા
(૮)જતીનકુમાર હરીલાલ દોશી ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૯)નેહા ડી.દોશી ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા (૧૦)તેજલ આશિષકુમાર દોશી ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા
(૧૧) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ
વડોદરા
(૧૨)વૈદપ્રકાશ યાદવ ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા
(૧૩) ધર્મીન ભટાણી ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા
(૧૪)નુતનબેન પી.શાહ ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા
(૧૫)વૈશાખીબેન પી.શાહ ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા
(૧૬) મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી
(૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ
(૧૮)બોટ ઓપરેટર અંકિત નામનો માણસ
મૃતકોમાં બાળકોના નામ: સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ, રોશની સૂરવે
મૃતક લેડી ટીચર: છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી.SS1MS