1 થી 7 ઓગસ્ટ, 2023 દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરાશે
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 1 થી 7 ઓગસ્ટ, 2023 દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા જિલ્લામાં તા. 1 થી 7 ઓગસ્ટ, 2023 દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તથા અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવનાર આ સપ્તાહમાં રાજયભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાકાર કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 ઓગસ્ટ 2023 થી તા. 7 ઓગસ્ટ, 2023 સુધી ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. મહિલાઓ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા સપ્તાહમાં નીચે મુજબના દિવસોની ઉજવણી કરવામાં આવશે.
તા. 1 ઓગસ્ટ, 2023-‘મહિલા સુરક્ષા દિવસ’
તા. 2 ઓગષ્ટ, 2023-‘બેટી બચાવો બેટી પઢાઓ દિવસ’
તા. 3 ઓગષ્ટ, 2023-‘મહિલા સ્વાવલંબન દિવસ’
તા. 4 ઓગષ્ટ, 2023- ‘મહિલા નેતૃત્વ દિવસ’
તા. 5 ઓગષ્ટ, 2023- ‘મહિલા કર્મયોગી દિવસ’
તા. 6 ઓગષ્ટ, 2023- ‘મહિલા કલ્યાણ દિવસ’
તા. 7 ઓગષ્ટ, 2023- ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’
અમદાવાદ જિલ્લાની મહિલાઓને બહોળા પ્રમાણમાં આ ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણીના દિવસોમાં સહભાગી થવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.