નાટૂ નાટૂ ગીતને મળ્યો Best Original Song અવોર્ડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Natoo-1024x576.jpg)
મુંબઈ, એસ.એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ RRRએ વર્ષ ૨૦૨૨માં માત્ર દક્ષિણ ભારત જ નહીં આખા દેશમાં અને કહી શકાય કે દુનિયાભરમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી અને બોક્સઓફિસ પર પણ જબરદસ્ત કમાણી થઈ.
૨૦૨૩ની શરુઆત પણ ફિલ્મની ટીમ માટે ઘણી સારી થઈ છે. RRRને ઓસ્કર અવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી અને હવે અન્ય એક ગર્વના સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના ગીત નાટૂ નાટૂને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ અવોર્ડ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગોલ્ડન ગ્લોબ્સમાં ઇઇઇનું પ્રતિનિધિત્વ કરવા ડાઈરેક્ટર એસએસ રાજામૌલી અને ફિલ્મના લીડ એક્ટર્સ જૂનિયર એનટીઆર અને રામ ચરણ પહોંચ્યા છે. રામ ચરણની સાથે તેની પત્ની ઉપાસના કામિનેની પણ છે.
ફિલ્મમાં બન્ને લીડ એક્ટર્સ ૧૯૨૦ના બ્રિટિશ રાજ સમયના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલ્લૂરી સીતારામારાજૂના રોલમાં જાેવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા હતા.
નાટૂ નાટૂ ગીતની વાત કરીએ તો આ ગીતના મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરાવની છે. જ્યારે અવોર્ડની જાહેરાત કરવામાં આવી તો કીરાવનીએ સ્ટેજ પર જઈને ટ્રોફી હાથમાં લીધી હતી. આ ગીતને બેસ્ટ સોન્ગ(મોશન પિક્ચર) કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યુ હતું.
તેમણે પોતાની સ્પીચમાં અવોર્ડ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હું અત્યારે અત્યંત ખુશ છું, આ અત્યંત ગર્વની ક્ષણ છે. મને ખુશી છે કે મારા પત્ની અહીંયા હાજર છે. આ અવોર્ડ મારા ભાઈ અને ડાઈરેક્ટર રાજામૌલી માટે છે. આ સિવાય તેમણે ગીતના એનિમેટર, ગીતના લેખક, સિંગરનો પણ આભાર વ્યક્ત કર્યો. અંતમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆરને પણ અવોર્ડ ડેડિકેટ કર્યો હતો.
આ અવોર્ડ સ્પીચ દરમિયાન ઇઇઇની હાજર ટીમ ઉભી રહી હતી અને તેમના ચહેરા પર સ્પષ્ટપણે ગર્વની ભાવના જણાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે વૈશ્વિક સ્તરે ૧૨૦૦ કરોડ રુપિયાથી વધારેની કમાણી કરી હતી.
ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ અવોર્ડ્સમાં રાજામૌલીને બેસ્ટ ડાઈરેક્ટરનો અવોર્ડ મળ્યો હતો. આ સિવાય પણ ફિલ્મ અનેક ઈન્ટરનેશનલ અવોર્ડ જીતી ચૂકી છે. RRR ઓસ્કરની કેટેગરીમાં પણ શોર્ટલિસ્ટ થઈ છે. હવે તે નોમિનેટ પણ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.SS1MS