Western Times News

Gujarati News

AMTSના કંડક્ટરની ચાલુ ફરજ દરમિયાન બેદરકારી સામે આવી

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદમાં ચાલતી એએમટીએસની બસ સેવા મુસાફરોને સમયસર તેમના સ્થળ પર પહોંચવા માટે છે. જાે કે એક એએમટીએસના કંડક્ટર વગર કોઇ કારણે માત્ર ચાની ચુસ્કીનો સ્વાદ માણવા મુસાફરોને હેરાન કરતા જાેવા મળ્યા છે.

બસમાં બેસેલા મુસાફરોને ઉતારીને એએમટીએસ કંડકટર પાસેની કોઇ કિટલી પર ચા પીતા જાેવા મળ્યા છે. અમદાવાદમાં એએમટીએસના કંડક્ટરની ચાલુ ફરજ દરમિયાન બેદરકારી સામે આવી છે.

નિકોલમાં મુસાફરોને બસમાંથી કંડક્ટરે ઉતારીને ચાની ચુસ્કી માણ્યાનો દાવો થઇ રહ્યો છે. મુસાફરોને ઉતારીને કંડક્ટર ચા પીવા ગયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કંડકટરના આ વર્તનથી મુસાફરોને હાલાકી પડવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

અમદાવાદમાં ચાલતી એએમટીએસની બસ સેવા મુસાફરોને સમયસર તેમના સ્થળ પર પહોંચવા માટે છે. જાે કે એક એએમટીએસના કંડક્ટર વગર કોઇ કારણે માત્ર ચાની ચુસ્કીનો સ્વાદ માણવા મુસાફરોને હેરાન કરતા જાેવા મળ્યા છે.

બસમાં બેસેલા મુસાફરોને ઉતારીને એએમટીએસ કંડકટર પાસેની કોઇ કિટલી પર ચા પીતા જાેવા મળ્યા છે. ૩૯/૩ નંબરની આ બસ ભક્તિ સર્કલથી બુટભવાનીના રૂટ પરથી જઈ રહી હતી તે દરમિયાનની આ ઘટના સામે આવી છે.

કંડકટરની બેદરકારીનો આ વીડિયો કોઇ મુસાફરે ઉતારીને વાયરલ કર્યાનું અનુમાન છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.