“ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની નવી બ્રાંચનો ઇસ્કોન ખાતે શરૂ થઈ
આતિથ્ય સત્કાર અને સ્વાદના અનોખા સંગમ સાથે “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની ત્રીજી બ્રાંચનો ઇસ્કોન ખાતે પ્રારંભ
“ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટ એક જ છત હેઠળ દુનિયા ભરના સ્વાદને લાવશે, જે 100 ટકા શાકાહારી છે.
અમદાવાદ, અમદાવાદના સ્વાદ પ્રેમી શહેરીજનોમાં “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટ વધુ લોકપ્રિય સાબિત થઇ રહી છે. ત્યારે અમદાવાદના સ્વાદ પ્રિય શહેરીજનોની ભોજનને વધુ મજેદાર બનાવતા “પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટ ચેઇન દ્વારા પોતાની નવી બ્રાંચનો ઇસ્કોન ખાતે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રારંભ કરાયેલી“ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની નવી બ્રાન્ચ ઇસ્કોન ચાર રસ્તા ખાતે આવેલા શિવાલિક શિલ્પના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે. જે હવે આતિથ્ય સત્કાર સાથે ભોજનને વધુ રૂચિપૂર્ણ બનાવતા સ્વાદ પ્રિય શહેરીજનોને આવકારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ઇસ્કોન ખાતે “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની ત્રીજી બ્રાંચના ભવ્ય લૉન્ચ પ્રસંગે શ્રી પ્રતિક ભાવસાર અને શ્રી સૈયદ ઝીશાન હુસેન ઉપસ્થિત રહ્યાં હતા. જેઓ આ પ્રસંગે જણાવ્યું હતુ કે અમદાવાદમાં ઇસ્કોન ખાતે પ્રારંભ કરાયેલી બેજોડ “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટ શહેરીજનોને અદભૂત આતિથ્ય સત્કારનો અનુભવ કરવવા અને તેમના સ્વાદને અસાધારણ પાક કળાના અનોખા અનુભવ કરવાવા માટે તૈયાર છે. આ એક જ છત હેઠળ દુનિયા ભરના સ્વાદને લાવશે, જે 100 ટકા શાકાહારી છે.
આ પ્રસંગે ફ્રેન્ચાઇઝી ઓનર વિશાલભાઈ જીતેન્દ્ર સાવજાની અને અનિલ તુલસીદાસ જોબનપુત્ર ઉપસ્થિતઃ રહ્યા હતા. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતીઓ અને તેમાં પણ અમદાવાદીઓ સ્વાદિષ્ટ ભોજનને લઇને ખૂબ જ ઉત્સાહિત હોય છે.
તેઓના ઉત્સાહને પોષવા માટે “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટ અમદાવાદમાં મોટેરા અને સાયન્સ સિટી વિસ્તારમાં પહેલાથી લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસી રહી છે, ત્યારે હવે આ રેસ્ટોરંટ ચેઇન દ્વારા પોતાની ત્રીજી બ્રાંચનો ઇસ્કોન ચાર રસ્તા પાસે શિવાલિક શિલ્પ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પ્રીમિયમ વેજીટેરિયન છે અને વિશ્વ ભરની સ્વાદિષ્ટ વાનગીઓને આપના માટે પીરસવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
“ધ પિંક ડોર બાય પરોસા” એક 100 ટકા વેજીટેરીયન, મલ્ટી-ક્યુઝન અર્બન હેંગઆઉટ છે, જે સ્વાદિષ્ટ ભોજનને પીરસે છે.“પિંક ડોર બાય પરોસા”ને મહેમાનોના અદ્રિતીય આતિથ્ય સત્કાર અને આસપાસ સકારાત્મક વાતાવરણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.