ખેડબ્રહ્માના જગન્નાથપૂરા દૂધ મંડળીના નવા મકાનનું ખાત મુહુર્ત કરાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના જગન્નાથપુરા દૂધમંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના હસ્તે આજે તારીખ ૨- ૧૧- ૨૨ ના રોજ બપોરે ૧ઃ૦૦ કલાકે સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોની મોટી હાજરીમાં કરવામાં આવ્યું. હાલ આ આ ડેરી એક જૂના મકાનમાં ચાલી રહી છે તે હવે દસ લાખ રૂપિયાના ખર્ચે સગવડો નવા શેડ સાથે બનશે.
દીપ પ્રાગટ્ય તથા મંત્રોચ્ચાર સાથે કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક લોકોએ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલનું સ્વાગત કર્યું હતું. તથા હાજર તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચોનું પણ જગન્નાથ પુરાના આગેવાનો દ્વારા ફુલહાર તથા સાલ સાથે સ્વાગત કરાયું હતું.
મુખ્ય અતિથિ સ્થાનેથી અશ્વિનભાઈ કોટ વાલે કાર્યક્રમની અનુરૂપ સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ઉપરાંત ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના સદસ્ય પશાભાઈ પટેલ, જગન્નાથપુરા ડેરીના ચેરમેન રાકેશભાઈ કનુભાઈ પટેલ, સેક્રેટરી મુકેશભાઈ ડાભી, પઢારા ડેલિકેટ નરેશભાઈ પી પટેલ, ભીખાભાઈ એન. પટેલ, પરોયા સરપંચ જનકસિંહ વાઘેલા, તાલુકા પંચાયત ડેલિગેટ રાહુલભાઈ, વાલરણ તાલુકા પંચાયત ડેલિગેટ લીલાભાઈ, સરપંચ આનંદભાઈ, વરતોલ સરપંચ કમજીભાઈ, વાલરણ સરપંચ વિપુલભાઈ, નાકા સરપંચ રમેશભાઈ, ખેડબ્રહ્માના રામભાઈ મુખી તથા સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમને અંતે સૌને ચા નાસ્તો પીરસાયો હતો.(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા,ખેડબ્રહ્મા તાલુકાના જગન્નાથપુરા દૂધમંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના હસ્તે આજે તારીખ ૨- ૧૧- ૨૨ ના રોજ બપોરે ૧ઃ૦૦ કલાકે સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોની મોટી હાજરીમાં કરવામાં આવ્યું. હાલ આ આ ડેરી એક જૂના મકાનમાં ચાલી રહી છે તે હવે દસ લાખ રૂપિયાના ખર્ચે સગવડો નવા શેડ સાથે બનશે. દીપ પ્રાગટ્ય તથા મંત્રોચ્ચાર સાથે કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક લોકોએ પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલનું સ્વાગત કર્યું હતું. તથા હાજર તાલુકા પંચાયતના સદસ્ય તથા સરપંચોનું પણ જગન્નાથ પુરાના આગેવાનો દ્વારા ફુલહાર તથા સાલ સાથે સ્વાગત કરાયું હતું. મુખ્ય અતિથિ સ્થાનેથી અશ્વિનભાઈ કોટ વાલે કાર્યક્રમની અનુરૂપ સુંદર વક્તવ્ય આપ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ઉપરાંત ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના સદસ્ય પશાભાઈ પટેલ, જગન્નાથપુરા ડેરીના ચેરમેન રાકેશભાઈ કનુભાઈ પટેલ, સેક્રેટરી મુકેશભાઈ ડાભી, પઢારા ડેલિકેટ નરેશભાઈ પી પટેલ, ભીખાભાઈ એન. પટેલ, પરોયા સરપંચ જનકસિંહ વાઘેલા, તાલુકા પંચાયત ડેલિગેટ રાહુલભાઈ, વાલરણ તાલુકા પંચાયત ડેલિગેટ લીલાભાઈ, સરપંચ આનંદભાઈ, વરતોલ સરપંચ કમજીભાઈ, વાલરણ સરપંચ વિપુલભાઈ, નાકા સરપંચ રમેશભાઈ, ખેડબ્રહ્માના રામભાઈ મુખી તથા સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને અંતે સૌને ચા નાસ્તો પીરસાયો હતો.