અક્ષય કુમાર અને અનન્યા પાંડેની ‘કેસરી ૨’ની નવી રિલિઝ ડેટ જાહેર

મુંબઈ, અભિનેતા અક્ષય કુમાર, આર માધવન, અને અનન્યા પાંડે અભિનીત ફિલ્મ જે ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરના જીવન પર આધારિત છે, તેની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે. થોડાં વખત પહેલાં આ ફિલ્મનું નામ ‘કેસરી ચેપ્ટર ૨ઃ ધ અન્ટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ’ રાખવામાં આવ્યું છે.આ પહેલાં આ ફિલ્મ ૧૪ માર્ચ ૨૦૨૫ના રોજ હોળી નિમિત્તે રિલીઝ થવાની ચર્ચા હતી.
ધર્મા પ્રોડક્શન્સ, લીઓ મીડિયા કલેક્ટિવ અને કેપ ઓફ ગુડ હોપ દ્વારા નિર્મિત ફિલ્મ હવે ૧૮ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ પહેલાં હોળીની રિલીઝ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે આગળની ‘કેસરી’ હોળી નિમિત્તે જ રિલીઝ થઈ હતી, તેના સંદર્ભે આ ફિલ્મનું નામ અને તારીખ જાહેર થયાં હતાં, પરંતુ હવે તેમાં ફેરફાર થયાં છે.
સી. શંકરન નાયર બ્રિટિશ રાજ સામે જલિયાંવાલા બાગનું સત્ય બહાર લાવવા કરવા માટે કાનૂની લડત લડ્યા હતા. આ ફિલ્મ રઘુ પાલટ અને પુષ્પા પાલટના પુસ્તક ‘ધ કેસ ધેટ શુક ધ એમ્પાયર’ પર આધારિત છે. રઘુ પાલટ સી. સંકરન નાયરના પ્રપૌત્ર છે.
સી. સંકરન નાયર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનાં સભ્ય રહી ચૂક્યા છે.આ ફિલ્મ કરણ સિંહ ત્યાગીએ ડિરેક્ટ કરી છે.
આ પહેલાં ઓક્ટોબરમાં ધર્મા પ્રોડક્શન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી હતી, જોકે, એ વખતે તેનું નામ જાહેર કરાયું નહોતું.
પોસ્ટના કેપ્શનમાં ‘એક વણકહી કહાણી, એક ન સાંભળેલું સત્ય… અક્ષય કુમાર, આર. માધવન, અને અનન્યા પાંડે સાથે… કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૧૪ માર્ચ ૨૦૨૫ના દિવસે રીલીઝ થશે.’૨૦૨૧માં કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરતા લખ્યું હતું ‘સી. સંકરન નાયર, એક ઐતિહાસિક વ્યક્તિની વણકહી કહાણી મોટા પડદા પર પ્રસ્તુત કરતાં ખૂબ જ રોમાંચ અને ગર્વ અનુભવી રહ્યો છું.’
ધર્મા પ્રોડક્શન્સે તે સમયે ફિલ્મની કાસ્ટ જાહેર કર્યા વગર ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. ‘આ ફિલ્મ સુપ્રસિદ્ધ કોર્ટરૂમ લડતને ખુલ્લી પાડે છે, જે શંકરન નાયરે બ્રિટિશ રાજ વિરુદ્ધ જલિયાંવાલા બાગનાં હત્યાકાંડનું સત્ય ઉજાગર કરવા માટે લડી હતી. શંકરન નાયરે વીરતા પૂર્વક આઝાદીની લડાઈને પ્રજ્વલિત કરી હતી અને સત્યની તાકાતનો પુરાવો આપ્યો હતો.’SS1MS