Western Times News

Gujarati News

ધો.૧માં પ્રવેશ માટેના નવા નિયમનો કડકાઈથી અમલ થશે

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૧માં પ્રવેશ મેળવવા માટેની વયમર્યાદા વધારીને ૬ વર્ષ કરી દેવાઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના નિયમ અંગતર્ગત ૨૦૨૩-૨૪થી ફરજિયાતપણે છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ અપાશે.

સરકારના આ ર્નિણયના કારણે અંદાજિત ત્રણ લાખ વિદ્યાર્થીઓને પ્રી-પ્રાયમરી રિપીટ કરવું પડી શકે છે. ૧ જૂન ૨૦૨૩ સુધીમાં જે વિદ્યાર્થીઓને છ વર્ષ પૂર્ણ થવામાં થોડાક મહિના કે દિવસો ખૂટતા હોય તેમને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવે તેની રજૂઆત વાલીઓના પ્રતિનિધિઓ દ્વારા મોટા શહેરોના જિલ્લા શિક્ષણ અધિકારીઓ સમક્ષ કરવામાં આવી છે. જાેકે, અધિકારીઓનું કહેવું છે કે, વયમર્યાદાના માપદંડનું પાલન ૨૦૨૩થી કડકાઈથી કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું, “ધોરણ ૧માં છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાના માપદંડના કારણે અંદાજિત ત્રણ લાખ વિદ્યાર્થીઓને પ્રી-પ્રાયમરીનું શિક્ષણ રિપીટ કરવું પડી શકે છે.”

અહીં ઉલ્લેખનીય છે કે, પ્રી-પ્રાયમરીમાં એડમિશનની પ્રક્રિયા અગાઉ રાજ્ય સરકાર નિયંત્રિત નહોતી એટલે જ નર્સરી, જૂનિયર અને કિન્ડરગાર્ટનમાં પ્રવેશ મેળવવા માટે વયમર્યાદાનો કોઈ માપદંડ નહોતો. પરિણામે એવા અસંખ્ય કિસ્સા છે જેમાં અઢી વર્ષના બાળકને નર્સરી સ્કૂલમાં પ્રવેશ આપી દેવાયો હોય. જાેકે, આખરે હવે વયમર્યાદા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.

ઘણાં વાલીઓ હજી પણ આ નિયમ પચાવી નથી શક્યા. આ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત હાઈકોર્ટે વડોદરાના કેટલાક વાલીઓની અરજીને ફગાવી હતી.

વાલીઓએ અરજીમાં રજૂઆત કરી હતી કે, તેમના બાળકોને ૨૦૨૩માં ધોરણ ૧માં પ્રવેશ આપવા માટે તેઓ ખાનગી સ્કૂલને નિર્દેશો આપે. સ્કૂલે નવા નિયમને આગળ ધરીને બાળકોને નવા શૈક્ષણિક વર્ષમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો ઈનકાર કર્યો હતો.

જેથી વાલીઓએ ફરિયાદ કરી કે, જ્યારે બાળકોનું પ્રી-પ્રાયમરીમાં એડમિશન લીધું ત્યારે સ્કૂલે વચન આપ્યું હતું કે, ૨૦૨૩માં તેમને પ્રાયમરીમાં પ્રવેશ આપી દેશે.

અમદાવાદમાં પણ રોજ ત્રણથી પાંચ વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ એ જ આશાએ જાય છે કે, તેમને રાહત મળશે. પરંતુ તેમને ધરમ ધક્કો જ પડે છે. તાજેતરમાં જ એક વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી કે, ૩ જૂન ૨૦૧૭ના રોજ જન્મેલા તેમના બાળકને આ નિયમમાંથી બાદબાકી આપવામાં કારણકે વયમર્યાદાનો માપદંડ ફળીભૂત કરવામાં ફક્ત બે જ દિવસ ટૂંકા પડે છે.

જાેકે, વાલીને કચેરીએથી નિરાશા સાથે પાછા ફરવું પડ્યું હતું. “વયમર્યાદાનો નિયમ ૨૦૨૩થી જ લાગુ થઈ જશે અને તેમાં વાલીઓ કે સ્કૂલોને કોઈ રાહત આપવામાં નહીં આવે.

૧ જૂન ૨૦૨૩ના રોજ છ વર્ષ પૂર્ણ થવામાં થોડાક મહિના કે દિવસો ખૂટતા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓના પ્રતિનિધિઓ તરફથી અમને કેટલીય રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની માગ સ્વીકારી નથી”, તેમ અમદાવાદ શહેરના ડ્ઢઈર્ં આર. એમ. ચૌધરીએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.