Western Times News

Gujarati News

ન્યૂયોર્ક ટાઈમ્સે માઈક્રોસોફ્ટ પર કન્ટેન્ટની ચોરી બદલ કેસ દાખલ કર્યો

ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટ તેનો ઉપયોગ નફો રળવા માટે કરે છે. આ સાથે અખબારના વાંચકો પણ ઘટી રહ્યા છે

વોશિંગ્ટન, અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈઅને તેની ૪૯ ટકાની ભાગીદારી ધરાવતી માઈક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. બંને પર આરોપ મૂકાયો છે કે તેમણે અખબારોના લાખો સમાચાર અને લેખનો મફત ઉપયોગ કરી તેમના એઆઈચેટ બોટ મોડેલને વિકસાવ્યું છે.

એવું મનાય છે કે ન્યુયોર્ક ટાઈમ્સ તેના કન્ટેન્ટની ચોરી બદલ ઓપનએઆઈઅને માઈક્રોસોફ્ટ પર હજારો કરોડનો દાવો ઠોકી શકે છે. ઓપનએઆઈસામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો છે.

મેનહેટ્ટનની સંઘીય કોર્ટમાં આ કેસ ફાઈલ કરાયો હતો. જેમાં દાવો કરાયો છે કે અમે ભારે ખર્ચો કરીને વાંચકો માટે કન્ટેન્ટ બનાવીએ છીએ પણ ઓપનએઆઈ અને માઈક્રોસોફ્ટ તેનો ઉપયોગ નફો રળવા માટે કરે છે. આ સાથે અખબારના વાંચકો પણ ઘટી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૧૭૨ વર્ષ જૂનાં અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે એવો પણ દાવો કર્યો છે કે અમે આ મામલે ઓપન એઆઈઅને માઈક્રોસોફ્ટ સાથે કેસ ન કરવા અને ફાયદાનો સોદો કરવા પ્રયાસ કર્યા હતા પણ મંત્રણા નિષ્ફળ રહી.

આ મામલે ઓપનએઆઈઅને માઈક્રોસોફ્ટે દાવો કર્યો હતો કે અમે કોપીરાઈટ કન્ટેન્ટથી અમારી એઆઈપ્રોડક્ટ્‌સને ટ્રેનિંગ કરવા માટે ન્યાયને અનુરૂપ કાનૂની નીતિનું પાલન કરી રહ્યા છીએ. તે હેઠળ કોપીરાઈટ કન્ટેન્ટનો ઉપયોગ લાયસન્સ વિના પણ થઇ શકે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.